પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
હિંદીઓનો પ્રશ્ન

હિંદીઓનો પ્રશ્ન ૨૭૫ એકબીજાની લાગણીઓ અને કાર્ય બાબત ગેરસમજને કારણે છે. આથી, મારું કાર્ય બે વચ્ચે એક નમ્ર દુભાષિયાનું છે. હું એવી માન્યતા કેળવવા પામ્યો છું કે બ્રિટન અને હિંદ ગમે તેટલો લાંબો સમય એકત્ર રહી શકે, શરત માત્ર એટલી કે બે લોકો વચ્ચે ભાઈચારાની ભાવના હોય. એ આદર્શને પહોંચવા બ્રિટિશ ટાપુઓમાં તથા હિંદમાં મોટામાં મોટા બુદ્ધિમાન પુરુષો મથી રહ્યા છે. હું નમ્રપણે એમનું અનુસરણ માત્ર કરું છું, અને મને લાગે છે કે નાતાલના યુરોપિયનોની વર્તમાન કામગીરી એ આદર્શને સદંતર નિષ્ફળ કરનારી ભલે ન હોય, પણ તેમાં અડચણો તો ઊભી કરે જ છે. વળી મને એમ પણ લાગે છે કે આવી કામગીરી માટે સબળ કારણો નથી; પણ તે લોકોના પૂર્વગ્રહો અને પહેલેથી બંધાઈ ચૂકેલા ખ્યાલો પર આધાર રાખે છે. બાબત આવી હોવાથી, મને વિશ્વાસ છે કે ઉપરોક્ત અભિપ્રાય સાથે યુરોપિયન સાંસ્થાનિકોને ગમે તેટલો મોટો મતભેદ હોય, તોપણ તેઓ એ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવવા જેટલું સૌજન્ય બતાવશે. હિંદીઓના હિતને પ્રતિકૂળ અસર કરે એવાં અનેક બિલો` નાતાલ પાર્લમેન્ટ સમક્ષ રજૂ થયેલાં છે. હિંદીઓ સંબંધે ઘડાતા કાયદાઓમાં આ બિલો છેલ્લાં હશે એમ ન કહેવાય; છતાં માનનીય વડા પ્રધાને એવું વિધાન કર્યું છે કે સંસ્થાનોના વડા પ્રધાનોની આગામી પરિષદ મળ્યા પછી વધારે કડક કાયદા કરી શકાશે. હિંદીઓ માટેનું આ ભાવિ ચિત્ર ગમગીનીભરેલું છે, તે એને દૂર રાખવા જો હિંદીઓ પોતાનાં સર્વ યોગ્ય સાધનોનો ઉપયોગ કરે, તો હું માનું છું કે તેમનો વાંક ન કાઢી શકાય. દરેક જાતના ને દરેક સ્થિતિના હજારો હિંદીઓનો જાણે નાતાલમાં દરોડો પડવાનો ભયર હોય તેમ એકેએક ચીજ માટે તાકીદ કરવામાં આવે છે. હું કહું છું કે આવો કોઈ ભય નથી, અને જો હોય તો તેને રોકવા માટે ગઈ કવૉરૅન્ટીન પૂરતી અસરકારક નીવડશે. હિંદીઓની હસ્તી સંસ્થાનમાં અનિષ્ટકારક છે કે લાભકારક, તેની તપાસ કરવાના સૂચનને તરછોડી કાઢવામાં આવ્યું છે, ને એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે જેને આંખ છે તે જોઈ શકે છે કે દરેક દિશાએ યુરોપિયનોને હિંદીઓ કેવા ખસેડી રહ્યા છે. પરંતુ હું જુદો મત ધરાવું છું. મને ખાતરી છે કે ગિરમીટિયા લોક ઉપરાંત જે હજારો મુક્ત હિંદી- ઓએ નાતાલમાં મોટા મોટા વાડીવજીફા ઉછેર્યા છે, તેમને મૂલ્યવાન બનાવ્યા છે અને જંગલમાંથી ફળદ્રુપ ભૂમિ બનાવી છે, તેઓ સંસ્થાનને અનિષ્ટકર્તા છે, એમ તમે નહીં જ કહો. તેમણે કોઈ યુરોપિયનોની જગ્યા લઈ લીધી નથી; ઊલટું, તેમણે તો તેમને આબાદી લાવી આપી છે અને સંસ્થાનની સામાન્ય સંપત્તિમાં સારો વધારો કર્યો છે. એ હિંદીઓએ જે કાર્ય કર્યું છે તે શું યુરો- પિયનો કરશે – કરી શકશે? નાતાલને દક્ષિણ આફ્રિકાનો બગીચો બનાવવામાં શું હિંદીઓએ ખૂબ મદદ કરી નથી? જ્યારે મુક્ત હિંદીઓ અહીં હતા નહીં ત્યારે એક કૉલી ફૂલાવરનો અર્ધો ક્રાઉન બેસતો; અત્યારે ગરીબમાં ગરીબ માણસ પણ તે ખરીદી શકે છે. આ શું શાપ છે? તેથી શું મજૂરવર્ગને કોઈ રીતે હાનિ પહોંચી છે? એમ કહેવામાં આવ્યું છે કે હિંદી વેપારીઓએ “સંસ્થા- નનાં મર્મસ્થાન જ કોરી ખાધાં છે.” શું ખરેખર એમ છે? યુરોપિયન પેઢીઓએ પોતાના ધંધાનો જે ફેલાવો કર્યો છે તે હિંદી વેપારીઓને લીધે જ થઈ શકયો છે. આ ફેલાવાને લઈને જ ૧. કોરૅન્ટીન બિલ, વેપારી પરવાના બિલ, દેશપ્રવેશ નિયંત્રણ બિલ અને સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબત બિલ. ૨. માર્ચ ૨ના રોજ પાર્લમેન્ટ સમક્ષ ખેલતાં, વડા પ્રધાને મુક્ત હિંદીએ વડે દેશને ભરી મૂકવાની વ્યવસ્થિત યોજનાના ઉલ્લેખ કર્યો હતેા. (એસ. એન. ર૧૭૧). ૩. આ ઉલ્લેખ હૅન્ડ અને નારીની કારૅન્ટીનનો છે.