પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિનંતીપત્ર સાથેનો પત્ર
૨૬૭

વિનંતીપત્ર સાથેનો પત્ર ૨૪૭ સમય ન હતો. પોતાની હાજરી વડે પ્રસંગને શોભાવવા આ સજ્જનોએ દર્શાવેલી ઉત્સુકતા માટે સમિતિ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. જેમને નિમંત્રણો મળ્યાં હતાં પણ અગાઉથી નક્કી થયેલાં બીજાં રોકાણોને લીધે જેઓ વિધિ પ્રાંગે હાજર ન રહી શકયા તેમનો, તથા અત્યંત મોડાં નિમંત્રણો મળવાથી જેઓ હાજર ન રહી શકયા તેમનો, આભાર માનવાની પણ સૂચના મને સિમિતએ કરી છે. એમ જણાય છે કે કેટલાંક નિમંત્રણો જેમને મોકલવામાં આવેલાં તેમને પહોંચી શકયાં નહોતાં. [મૂળ અંગ્રેજી] ધિ નાતાર મર્ક્યુરી, ૨૮-૬-૧૮૯૭ પર, વિનંતીપત્ર સાથેના પત્ર [મિ. ચેમ્બરલેનને મોકલેલા તા. ૧૫ માર્ચ, ૧૮૯૭ના વિનંતીપત્રથી તથા માર્ચ ૨૬ના નાતાલની નીચલી તથા ઉપલી ધારાસભાઓને સંબોધેલા વિનંતીપત્રોથી હિંદીવિરોધી કાયદાઓની બાબતમાં રાહત ન મળી શકવાથી, સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને વિનંતીપત્ર મોકલીને વિનંતી કરવામાં આવી કે પ્રસ્તુત ચાર કાયદાને સામ્રાજ્ય સરકારની મંજૂરી આપશો નહીં. (જુઓ પા.૨૪૮) નીચે આપેલા પત્ર સહિત એ વિનંતીપત્ર નાતાલના ગવર્નરને મોકલવામાં આવ્યું હતું. ] આપનો, ઇત્યાદિ, મો. ક. ગાંધી પિ. એમ. બર્ગ, નાતાલ આપ નામદારની સેવામાં, પ્રતિ નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાન્સિસ હેલી હચિન્સન, કે. સી. (સેઈન્ટ માઈકેલ અને સેઈન્ટ જ્યૉર્જના વિખ્યાત રસાલાના સામંત અધિપતિ), નાતાલ સંસ્થાનના ગવર્નર તથા વડા સેનાપતિ, અને નૌકાસૈન્યના વાઈસ એડમિરલ તેમ જ આદિવાસી વસ્તીના સર્વોપરી સત્તાધીશ ઇત્યાદિ, ઇત્યાદિ. ડરબન, જુલાઈ ૨, ૧૮૯૭ [મૂળ અંગ્રેજી હસ્તિલિખત નકલની છબી પરથી: એસ. એન. ૨૪૨૯. આ સાથે હું હિંદી કોમ વતી નેક નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને લખેલા વિનંતીપત્રની ત્રણ નકલો મોકલવાની રજા લઉં છું. આ વિનંતીપત્ર વસાહતીઓનું નિયંત્રણ, વેપારી પરવાના, કવૉરૅન્ટીન, અને હિંદીઓના રક્ષણના કાયદાઓ સંબંધે છે. આપ નામદારને વિનંતી કરું છું આપને યોગ્ય લાગે તેવા શેરા સાથે એ રવાના કરશો. (સહી) અબદુલ કરીમ હાજી આદમ