પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૧૫ આવ્યો. હજી તે બોલી શકે તેટલું સારું તેને નહોતું થયું, એટલે એને આવડતી ભાષા તામિલમાં પોતાની ફરિયાદ લખી કાઢવા મેં એને કહ્યું. તે માલિક પર કામ ચલાવવા ઇચ્છતો હતો જેથી તેની ગિરમીટ રદ થાય. મેં એને પૂછ્યું, તારી ગિરમીટ બદલીને બીજા માલિકને નામે થાય તો તને સંતોષ થશે? એણે માથું હલાવીને પોતાની સંમતિ દર્શાવી, એટલે એના માલિકને લખી પૂછ્યું કે એ માણસની ગિરમીટ બીજાને નામે ચડાવી આપવા તમે રાજી છો કે કેમ? પહેલાં તો તેણે નામરજી બતાવી, પણ પછીથી એ કબૂલ થયું. મેં બાલાસુંદરમને મારા તામિલ કારકુન સાથે સંરક્ષકની કચેરી પર પણ મોકલ્યો ને ત્યાં એ કારકુને તેની હકીકત સંરક્ષકને કહી. સંરક્ષકે તેને પોતાની ઑફિસમાં મૂકી જવા કહ્યું અને કહેવડાવ્યું કે હું મારાથી બનતું બધું કરીશ. દરમિયાન તેનો માલિક સંરક્ષકની કચેરીએ પહોંચ્યો ને પોતાનો વિચાર બદલીને કહ્યું કે, મારી પત્ની બદલી કરવા સંમત નથી થતી, કારણ કે એની સેવા બહુ કીમતી છે. પછી, એમ કહેવાય છે કે, બાલા- સુંદરમે સમાધાન કર્યું ને પોતાને કશી ફરિયાદ કરવાની નથી એ મતલબનું લખાણ કરી આપ્યું. સંરક્ષકે મને એવી મતલબની ચિઠ્ઠી લખી મોકલી કે એ માણસને કશી ફરિયાદ કરવાની નથી અને એનો માલિક ગિરમીટ બીજાને નામે કરી આપવા સંમત નથી થતો, એટલે પોતે આ બાબતમાં વચ્ચે નહીં પડે. હું પૂછું છું કે શું આ યોગ્ય હતું? એ માણસ પાસેથી આવું લખાણ લેવું તે શું સંરક્ષક માટે યોગ્ય હતું? શું તે એ માણસ સામે પોતાનું રક્ષણ કરવા માગતા હતા? પણ એ દુ:ખદ વાત આગળ ચલાવીએ. આ ચિઠ્ઠીથી સ્વાભાવિક રીતે મને સખત આઘાત લાગ્યો. હું હજી માંડ સ્વસ્થ થયો હતો ત્યાં તો બાલાસુંદરમ રડતો રડતો મારી ઑફિસે આવ્યો ને કહેવા લાગ્યો કે સંરક્ષક મારી બદલી કરી આપતા નથી. હું અક્ષરશ: દોડતો સંરક્ષકની ઑફિસે પહોંચ્યો ને શી બીના છે તે પૂછ્યું. સંરક્ષકે પેલો લેખિત દસ્તાવેજ મારી આગળ મૂકો અને પૂછ્યું કે હું એને કેવી રીતે મદદ કરી શકું? એ લખાણ પર એ માણસે સહી નહોતી કરવી જોઈતી. એ લખાણ પેલા ગિરમીટિયાનું એકરારનામું હતું જેને સંરક્ષકે પોતે પ્રમાણિત કર્યું હતું. મેં સંરક્ષકને કહ્યું કે હું એ માણસને મૅજિસ્ટ્રેટ પાસે જઈને ફરિયાદ કરવાની સલાહ આપીશ. સંરક્ષક કહે કે એકરારનામું મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે ને ફરિયાદ નકામી જશે, માટે વાત પડતી મૂર્છા એવી મારી સલાહ છે. ઑફિસે પાછા આવીને મેં બાલાસુંદરમના માલિકને પત્ર લખીને ગિરમીટની બદલી માટે સંમતિ આપવા વિનંતી કરી. માલિક એવું કંઈ કરવા માગતો ન હતો. પણ મૅજિસ્ટ્રેટ અમારી સાથે તદ્દન જુદી રીતે વર્ત્યા. તેમણે બાલાસુંદરમને બંને હોઠમાંથી લોહી ટપકતી હાલતમાં જોયો હતો. એમની સમક્ષ યોગ્ય રીતે કેફિયત રજૂ કરવામાં આવી. કેસ નીકળ્યો તે દિવસે મેં સઘળા સંજોગોની સમજૂતી આપી અને ખુલ્લી કોર્ટમાં માલિકને ફરી વિનવણી કરી કહ્યું કે જો બદલી માટે સંમત થતા હો તો અમે ફરિયાદ પાછી ખેંચી લઈએ. પછી મૅજિસ્ટ્રેટ માલિકને ચેતવણી આપી કે, જો એ મારી દરખાસ્તનો અનુકૂળ વિચાર નહીં કરે તો તેનું પરિણામ ગંભીર આવશે. મૅજિસ્ટ્રેટ આગળ ચાલતાં કહ્યું, મને તો લાગે છે, આ માણસ સાથે પાશવી વર્તાવ કરવામાં આવ્યો છે. ત્યારે માલિકે કહ્યું કે એણે ઉશ્કેરાવાનું કારણ આપ્યું હતું. મૅજિસ્ટ્રેટે કડકાઈથી કહ્યું કે, કાયદો હાથમાં લેવાનો ને આ માણસને ઢોરની જેમ મારવાનો તમને અધિકાર નહોતો. માલિક મારી દરખાસ્ત પર વિચાર કરી શકે તેટલા માટે મૅજિસ્ટ્રેટે કેસ એક દિવસ મુલતવી રાખ્યો. માલિક હવે નરમ પડયો અને બદલી માટે કબૂલ થયો. ત્યાર પછી સંરક્ષકે મને લખી જણાવ્યું કે, તેને સ્વીકાર્ય હોય એવા કોઈ યુરોપિયનનું નામ હું નહીં આપું તો તે બદલી મંજૂર નહીં રાખે. ખુશીની વાત છે કે નાતાલ સંસ્થાન સાવ