પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૫ર ગાંધીજીનો અકારદેહ ઓળખાવનાર કોઈ અંગ્રેજ શું આવું બિલ તૈયાર કરી લાવે અને એ પસાર થવાની અપેક્ષા રાખે? આ બિલ રાક્ષસી છે. આવું બિલ બ્રિટિશ સંસ્થાનને બટ્ટો લગાડનારું છે. અને ‘એશિયાઈઓને રોકવાનું બિલ' શા માટે ન કહેવું? વરાળથી ચાલતાં વહાણોના આ જમાનામાં આપણે દિશા બદલવાની વાત નથી કરતા, પણ સીધા આગળ વધીએ છીએ. આમ બિલની બાબતમાં એકમતી નથી તે જોતાં, આપના અરજદારો નિવેદન કરે છે કે, આવું સખત બિલ પસાર કરતાં પહેલાં હિંદીઓની વસ્તીગણતરી કરવાની, અને સંરથાનને હિંદીઓ અનિરૂપ છે એ આરોપ બાબત તપાસ કરવાની અમારી નમ્ર વિનંતી, સ્વીકારી શકાઈ હોત. આપના અરજદારો જણાવે છે કે આ બિલ પસાર કરવામાં જરાયે ઔચિત્ય નહોતું. યુરોપિયનોની સંખ્યા કરતાં હિંદીઓની સંખ્યા વધારે ઝડપથી વધતી જાય છે એમ સાબિત કરવામાં આવ્યું નથી. એથી ઊલટું, છેલ્લા હેવાલ પરથી જણાય છે કે જાન્યુઆરીમાં પૂરા થતા છેલ્લા છ માસ દરમિયાન ૬૬૬ હિંદીઓનો વધારો થયો હશે,’ ત્યારે યુરોપિયનની સંખ્યામાં લગભગ ૨,૦૦૦નો વધારો થયો છે. વળી, બિલનો આશય જે વર્ગના હિંદીઓને અટકાવવાનો છે, તેમની સંખ્યા સંસ્થાનમાં ૫,૦૦૦ છે, જ્યારે યુરોપિયનો ૫૦,૦૦૦ છે. વળી, સુપ્રિમ કોર્ટના (મુખ્ય ન્યાયા- ધીશ પછી), પ્રથમ ન્યાયાધીશ સર વૉલ્ટર રંગના અધ્યક્ષપદે નાતાલમાં દસ વર્ષ પૂર્વે બેઠેલા કમિશને વિચાર કરીને નીચેનો અભિપ્રાય આપ્યો હતો: ઘા ઝવજોયનના પાયા પર રચાયેહો, અમારો વૃદમિત્રાય નોંધતાં અમને સંતોષ થાય છે જે આ વેપારીયોનો ટ્રાગરીથી સમસ્ત સંસ્થાનને જામ થયો છે; તેમની વિદ્ધ નાય વા વાયરા ઘડવાનું ! અન્યાયી નહીં તો ગેરહાપળભર્યું હો. સ્થાનિક ધારાસભાઓને માર્ગદર્શક થઈ શકર્યો હોત એવો માત્ર આ જ એક અધિકારયુક્ત અભિપ્રાય છે. આ હકીકતો મોજૂદ છતાં આપના અરજદારો એવો વિશ્વાસ રાખવાની હિંમત કરે છે કે નાતાલમાં બ્રિટિશ હિંદની યતના સ્વાતંત્ર્યને નિયંત્રિત કરતા ધારા ઘડવાની આવશ્યકતા બાબત નિર્ણય પર આવતા પહેલાં, ઉપર સૂચવ્યા મુજબ તપાસ કરવા માટે નામદાર સમ્રાજ્ઞીની સરકાર હુકમ કરશે. અર્થાત્ જો નામદાર સમ્રાજ્ઞીની સરકાર નિર્ણય કરે કે, ૧૮૫૮નો ઢંઢેરો છતાં, બ્રિટિશ હિંદી યતને હાનિકારક હોય એવા ધારા બ્રિટિશ સંસ્થાન ઘડી શકે છે, અને જો તેઓ એવા નિર્ણય પર આવે કે આ વિનંતીપત્રમાં જે અધિકારોનો દાવો કરવામાં આવ્યો છે એવા કોઈ અધિકાર ઢંઢેરાથી પ્રાપ્ત થતા નથી; અને જો સરકારને સંતોષ થતો હોય કે નાતાલમાં હિંદીઓની સંખ્યા ગભરાટ થાય તેટલી ઝડપે વધતી જાય છે તથા હિંદીઓની હાજરી સંસ્થાનને અનિષ્ટકારક છે; તો હિંદીઓને ખાસ લાગુ પડે તેવું બિલ ધારાભામાં આવે તે ખૂબ જ સંતોષકારક થશે. અમારું સાદર નિવેદન છે કે જ્યારે ટ્રાન્સવાલ સરકારને પોતાનો ‘વિદેશીઓ અંગેનો કાયદો પાછો ખેંચી લેવાની ફરજ પડી છે, ત્યારે ટ્રાન્સવાલના કાયદાથી વધારે સખત કાયદો નાતાલ સરકારે પસાર કર્યો છે, એ વિચિત્ર જણાય છે. વર્તમાનપત્રો વસાહતી પ્રતિબંધક કાયદાને કેવી દૃષ્ટિએ જુએ છે એ દર્શાવવા, હવે આપના અરજદારો વર્તમાનપત્રોમાંથી ઉતારા ટાંકવાની રજા માગે છે: ૧. તુએ પા. ૧૭૫. ૨. એ પા. ૨૭૧.