પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૫૫ ત્યારે તેના અંતર્ગત દોષ વધુ ગંભીર બને છે. તે ઉપરાંત, કોઈ પણ ધારાસભા માટે, અમુક કાયદો વર્ગભેદવાળો નથી એવું બતાવવાનો ઢોંગ કરીને, સ્પષ્ટ વર્ગભેદવાળો કાયદો પસાર કરવો અને એ રીતે તેનાં પરિણામોથી છટકી જવું એ કાયરતા છે. એવું કબૂલવામાં આવેલું છે કે આ નાતાલ વસાહતી પ્રતિબંધક કાયદાનો હેતુ મુક્ત હિંદીઓના ધસારાને રોકવાનો છે, યાદ રાખો, સર્વ હિંદીઓને રોકવાનો નથી. ગિરમીટિયા હિંદીઓને તો આ કાયદાના અમલમાંથી, કહો કે, પ્રિન્સ ઑફ વેલ્સ (ઇંગ્લંડની રાજગાદીના વારસ)ની પેઠે, મુક્ત જનોની કક્ષામાં મૂકવામાં આવશે. છતાં હકીકત તો એ છે કે નાતાલ આવેલા ગિરમીટિયા હિંદી તો મોટે ભાગે કલકત્તા અને મુંબઈની ગટરોમાંથી ઊંચકી આણેલા, ત્યાંના તદ્દન નીચામાં નીચા વર્ગના, લોક છે. માણસ માણસ વચ્ચે તુલના કરતાં, બીજા લોકને ખર્ચે વહાણમાં ચઢાવી મોકલેલા કંગાળ કુલી કરતાં પોતાને ખર્ચે નાતાલ આવનાર મુક્ત હિંદી વધારે ઊંચી કોટિનો હશે. પણ તેના આ નીચામાં નીચી જાતિના ગિરમીટિયા દેશ- બંધુને દાખલ થવા દેવો છે કેમ કે એ તો ગુલામ છે. છતાં આ રીતે આવનાર અર્ધ- ગુલામ પાંચ વરસની મુદત થતાં જો પોતે ઇચ્છે તો, મુક્તિની માગણી કરી શકે અને નાતાલમાં મુક્ત હિંદી તરીકે સ્થિર થઈ શકે.– fધ સ્ટાર, ૧૦–૫–’૯૭, મિ. ચેમ્બરલેને આ રાજ્યમાં પસાર થયેલા પ્રમાણમાં ઘણા ઓછા વાંધાજનક કાયદા પ્રત્યે જે વલણ લીધું છે, તે પછી તેઓ નાતાલના કાયદાને ન્યાય અને ઔચિત્યની કોઈ પણ દૃષ્ટિથી ચલાવી નહીં લઈ શકે. આ રાજ્ય તો તેમના ‘પ્રભાવક્ષેત્ર’માં નાતાલ કરતાં ઘણું ઓછું છે. –ષિ સ્ટાર, ૭-૫-'૯૭, વેપારી પરવાના બિલ↑ જો શકય બન્યું તો સૌથી ખરાબ છે. વેપારીઓને હિસાબના ચોપડા અંગ્રેજીમાં લખવાની એ ફરજ પાડે છે એટલું જ નહીં, પણ પરવાના આપનાર સત્તાવાળાને પરવાના કાઢી આપવાની કે ફરી ચાલુ કરી આપવાની ના પાડવાની સંપૂર્ણ સત્તા આપે છે:તે એટલે સુધી કે અમલદારના નિર્ણયથી દુભાયેલા પક્ષને ન્યાયની ઊંચામાં ઊંચી અદાલતને અપીલ કરવાનો પણ હક રહેતો નથી. બ્રિટિશ રાજબંધારણના સૌથી મહત્ત્વના સિદ્ધાંતો પૈકી એકનો એ આ રીતે ભંગ કરે છે. અરજદારો બિલ સામેના પોતાના વાંધા નીચલી ધારાસભાના સભ્ય મિ. તથમ- ના નીચેના શબ્દો કરતાં વધારે સારી રીતે દર્શાવી નથી શકતા : મિ, તથમે જણાવ્યું કે જરાય અચકાયા વિના હું કહું છું કે આ બિલ વર્તમાન વેપારીઓના હિતમાં ઇજારો સ્થાપિત કરશે. જે સભ્યોએ ચર્ચામાં ભાગ લધો તેમણે આ બિલની ચર્ચા ઘરાકનું દૃષ્ટિબિંદુ બાજુએ રાખીને, વેપારીઓની દૃષ્ટિએ કરી છે. કાયદો જે સૌથી વિનાશક માર્ગો લઈ શકે, તેમાંનો એક માર્ગ વેપારનું નિયંત્રણ કરવાનો છે. અને આ સિદ્ધાંતનો સ્વીકાર એટલે સુધી થયેલો છે કે, ઇંગ્લંડના સામાન્ય કાયદા અનુસાર, જો બે પક્ષ વચ્ચે થયેલો ખાનગી કરાર, વેપાર પર અંકુશ મૂકીને પરિણામે સમાજને હાનિ પહોંચાડે છે એમ પુરવાર કરી શકાય તો એ કરાર ગેરકાયદે ગણાય છે. આખી દુનિયામાં વેપારના સિદ્ધાંત તરીકે એ વાત રવીકારાયેલી છે કે હરીફાઈમાં ઊતરનારાને માટે જ નહીં, પણ ઘરાકો વાસ્તે પણ હરીફાઈને તોલે આવે એવું બીજું કાંઈ નથી. આ બિલ માલ વાપરનારાઓને નુકસાન પહોંચાડીને કેવળ વેપારીઓનો નફો વધારી મૂકવાનું કામ કરશે. હું આ બિલની ૧. કાયદાના પાડ માટે તુ યા. ૨૬૭-૬૫.