પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
ગાંધીજીનો અક્ષરદેહ.

'

૨૬૨ ગાંધીજીનો અક્ષરદેહ તે વહાણ પાસેથી વસૂલ કરી શકાશે. અને જ્યાં સુધી દંડની રકમ ભરવામાં નહીં આવે તથા વહાણના કપ્તાન તરફથી એવી રીતે ઉતારવામાં આવેલ દરેક પ્રતિબંધિત વસાહતીને રાંરથાન બહાર લઈ જવા આ કાયદા હેઠળ નિમાયેલ અમલદારને સંતોષ થાય મુજબ, જોગવાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી વહાણને બંદર છોડવાની પરવાનગી આપવાની ના પાડી શકાશે. ૯. પ્રતિબંધિત વસાહતીને કોઈ વેપારધંધો કરવા માટે પરવાનો મેળવવાનો હક મળશે નહીં, તેમ જ પટાથી કે મુક્ત હકથી કે અન્યથા જમીન પ્રાપ્ત કરવાનો, અથવા મતાધિકાર વાપરવાનો કે કોઈ કસબાની મતદારયાદીમાં નામ દાખલ કરાવવાનો હક રહેશે નહીં, અને આ કાયદાની વિરુદ્ધ તેણે કોઈ પરવાનો કે મતાધિકાર પ્રાપ્ત કર્યો હશે તો તે રદ થયેલો ગણાશે. ૧૦. સરકાર તરફથી આ સંબંધમાં જેને સત્તા મળેલી હોય તેવો અમલદાર નાતાલમાં પકડાયેલા હરકોઈ પ્રતિબંધિત વસાહતીને તેના વતનના દેશના અગર તેની નજીક આવેલા બંદરે લઈ જવા માટે કોઈ પણ વહાણના કપ્તાન, માલિક કે એજન્ટ સાથે કરાર કરી શકશે. પોલીસ આવા કોઈ પણ વસાહતીને તેની અંગત માલમતા સહિત વહાણ પર ચડાવી શકશે. આવા દાખલામાં જે તે વસાહતી સાધનહીન હશે તો તેને એટલી રકમ આપવામાં આવશે જેથી વહાણમાંથી ઊતર્યા પછી તે પોતાની સ્થિતિ અનુસાર એક માસ સુધી ગુજારો ચલાવી શકે. આ કાયદાની કલમોનો ભંગ કરવામાં કોઈ પ્રતિબંધિત વસાહતીને આ કાયદાનો ભંગ કર્યો ગણાશે. ૧૧. જે કોઈ માણસ ઇરાદાપૂર્વક મદદ કરશે. તેણે ૧૨. જે માણસ આ કાયદાની કલમ ૩માં દર્શાવેલા (૪) વર્ગના કોઈ પ્રતિબંધિત વસાહતીને નાતાલમાં પ્રવેશ કરવામાં ઇરાદાપૂર્વક મદદ કરશે તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે, અને ગુનો સાબિત થયેથી તે બાર માસથી વધારે નહીં એવી સખત કેદને પાત્ર થશે. ૧૩. કૉલોનિયલ સેક્રેટરીની સહીવાળા લેખિત અથવા છાપેલા અધિકારપત્ર વિના કોઈ મૂરખ અથવા ગાંડા માણસને નાતાલમાં લઈ આવવા માટે જે કોઈ માણસ ઇરાદાપૂર્વક સાધનરૂપ થશે તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે અને તેને બીજી કોઈ શિક્ષા ઉપરાંત, આવો મૂરખ અથવા ગાંડો માણસ સંસ્થાનમાં રહે તે દરમિયાન તેના ભરણપોષણના ખર્ચ માટે જવાબદાર ગણવામાં આવશે. ૧૪. કોઈ પોલીસ અમલદાર અગર આ કાયદા હેઠળ નિમાયેલ બીજો અમલદાર, કલમ ૫ની જોગવાઈઓને અધીન રહીને કોઈ પણ પ્રતિબંધિત વસાહતીને જમીનમાર્ગ કે દરિયાઈ માર્ગે નાતાલમાં દાખલ થતાં અટકાવી શકશે. ૧૫. આ કાયદાની જોગવાઈઓનો અમલ કરવા માટે ગવર્નર વખતોવખત અમલદારો નીમશે તેમ જ ઇચ્છે ત્યારે તેમને છૂટા કરી શકશે. તે આવા અમલદારોની ફરો નક્કી કરી શકશે, તથા આવા અમલદારો તેમના ખાતાનો પ્રધાનમંડળ સાથે સંકળાયેલો ઉપરી અધિકારી તેમને વખતોવખત જે સૂચનાઓ આપે તેમનો અમલ કરશે. ૧૬. આ કાયદાની જોગવાઈઓનો વધારે સારી રીતે અમલ કરવા માટે ગવર્નર ઈન કાઉન્સિલ વખતોવખત નિયમો અને ઉપનિયમો ઘડી, સુધારી, તથા રદ કરી શકશે. ૧૭. આ કાયદાનો અગર તે હેઠળ પસાર કરેલા કોઈ નિયમ કે ઉપનિયમોનો ભંગ કરવા માટે, જ્યાં સ્પષ્ટ રીતે વધારે શિક્ષા ન દર્શાવી હોય ત્યાં, ૫૦ પાઉંડ સુધીના દંડની અથવા દંડ વસૂલ થતાં સુધીની મુદત માટે સાદી અગર સખત કેદની સજા કરવામાં આવશે. આ કેદની સજા દંડ ઉપરાંત પણ કરી શકાશે, પરંતુ કોઈ પણ કેસમાં તે ત્રણ માસથી વધારે નહીં હોય.