પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૬૫ ૧૧. ગવર્નર-ઈન કાઉન્સિલ, પરવાના મેળવવાની પદ્ધતિનું નિયમન કરવા માટે તથા પરવાના અમલદારની ઉપર બોર્ડ કે કાઉન્સિલ, જેને અપીલ સાંભળવાની સત્તા હોય તેની સમક્ષની અપીલના નિયમન માટે નિયમો કરી શકશે. આજે તા. ૨૯ મે ૧૮૯૭ને રોજ ગવર્નમેન્ટ હાઉસ, નાતાલમાં આપ્યું. નામદાર ગવર્નરના હુકમથી, પરિશિષ્ટ ૪ થૉમસ કે. મરે કૉલોનિયલ સેક્રેટરી વૉલ્ટર હેલી-હચિન્સન, ગવર્નર નં. ૨૮, ૧૮૯૭ કાયદો ગિરમીટબાહ્ય હિંદીઓને તેમની ભૂલથી ભાગેડુ ગિરમીટિયા હિંદી નોકરો સમજીને થતી ધરપકડથી રક્ષણ આપવા બાબત.” નેક નામદાર સમ્રાજ્ઞી, નાતાલની રાજસભા તથા ધારાસભાની સલાહ અને સંમતિ અનુ- સાર, નીચેનો કાયદો કરે છે: ૧. ૧૮૯૩ના કાયદા નં. ૨૫ અગર તે કાયદાને સુધારનાર કોઈ કાયદા મુજબ જે કોઈ હિંદી ગિરમીટિયો નોકરી કરવા બંધાયેલો નથી તે પોતાના વિભાગના મૅજિસ્ટ્રેટ મારફતે હિંદી વસાહતી રક્ષણ અધિકારીને અગર સીધા વસાહતી રક્ષણ અધિકારીને અરજી કરીને, અને તેમને આવા પાસ માટે જોઈતી માહિતી પૂરી પાડીને, અને પાસ ઉપર લગાડવાનો એક શિલિંગનો સ્ટૅમ્પ રજૂ કરીને, આ કાયદા સાથે પત્રકમાં આપેલા નમૂના મુજબનો પાસ મેળવી શકશે. ૨. આ કાયદા મુજબ પાસ રાખવો અને બતાવવો એ પાસ ધરાવનારના દરજ્જાનું અને તેને ૧૮૯૧ના કાયદા નં. ૨૫ની કલમ નં. ૩૧ હેઠળ પકડવામાં આવશે નહીં એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ ગણાશે. ૩. આવો પાસ જે વર્ષમાં કાઢી આપવામાં આવ્યો હોય તે વર્ષ બાદ અસરકારક ગણાશે નહીં, સિવાય કે પછી દર વર્ષે મૅજિસ્ટ્રેટ મારફત વસાહતી રક્ષણ અધિકારીને મોકલીને તેમાં તેની સહી લેવામાં આવે. ૪. આ કાયદા હેઠળ આપવામાં આવેલો પાસ અંગ ઉપર ન રાખનાર કોઈ હિંદીને જો હિંદી વસાહતી સંરક્ષક અથવા કોઈ મૅજિસ્ટ્રેટ અથવા જસ્ટિસ ઑફ ધિ પીસ (જે.પી.) અથવા કૉન્સ્ટેબલ રોકે અથવા પકડે તો તે હિંદીને પોતે ગિરમીટિયો હિંદી નથી એટલા જ માત્ર આધાર પર, પોતાની ગેરકાયદે અટકાયત કે ધરપકડ કરવા બદલ કોઈ દાવો કરવાનો હક રહેશે નહીં. ૫. જે વ્યક્તિ પોતાનો જુઠો પરિચય આપીને પાસ મેળવશે અથવા પોતાના પાસનો કપટયુક્ત ઉપયોગ થવા દેશે તેને “૧૮૯૫ના જૂઠા પાસના કાયદા” મુજબ ગુનેગાર ગણવામાં આવશે.