પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૮૮ ગાંધીજીનો અક્ષરદેહ જુલાઈ ૨: હિંદી-વિરોધી ચાર કાયદા બાબત મિ. ચેમ્બરલેનને અરજ કરી. જુલાઈ ૧૦: આ ભેદપ્રવર્તક કાયદાઓ બાબત ગ્રેટ બ્રિટન તથા હિંદના લોકસેવકોને પરિપત્ર મોકલ્યો. સપ્ટેમ્બર ૧૧: દેશમાં દાખલ થવાની મનાઈ છતાં દાખલ થવાના આરોપસર પકડાયેલા હિંદી- ઓના બચાવ માટે અદાલત સમક્ષ હાજર થયા, ને તેમને છોડાવ્યા. સપ્ટેમ્બર ૧૪: પારસી રુસ્તમજીના દાન વડે અને ડૉ. બૂથની દેખરેખ તળે ડરબન ખાતે હિંદી- ઓની હૉસ્પિટલ ઊઘડી, જેમાં પાછળથી ગાંધીજીએ વૈદ્યકીય મદદનીશ તરીકે દરરોજ બે કલાક સેવા આપેલી. સપ્ટેમ્બર ૧૮: લંડન ખાતે સંસ્થાનોના વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેને આપેલા વ્યાખ્યાનનાં ગર્ભિત સૂચનો વિષે દાદાભાઈ નવરોજી, વિલિયમ વેડરબર્ન અને અન્ય સજ્જનોને લખી જણાવ્યું. નવેમ્બર ૧૩: પ્રવાસી પ્રતિબંધક કાયદાનો ભંગ કરવા વ્યવસ્થિત પ્રયાસો થતા હોવાના આક્ષેપોનો રદિયો આપતા પત્રો fધ નાતાલ્ડ મર્ક્યુરી અને કૉલોનિયલ સેક્રેટરીને લખ્યા. નવેમ્બર ૧૫: તે જ વિષય પર fધ નાતાજી મર્ક્યુરીને લખ્યું. નવેમ્બર ૧૮: એ જ બાબત પર સંસ્થાન મંત્રીને લખ્યું. ડિસેમ્બર ૯: એક ‘ખ્રિસ્તી મિશન’ની સભામાં હાજરી આપી અને એક પારસી દાતા (રુસ્તમજી?) તરફથી ટાંકીની ભેટની જાહેરાત કરી.