પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૦ ગાંધીજીનો અક્ષરદેહ સહિત અગાઉ તારથી મોકલી આપ્યા છે તે સભા શરૂ થતા પહેલાં કાપીકૂપીને મઠારેલા હતા અને વખત આવ્યે આંકડાઓ વ્યવસ્થિત કરીને યથાસ્થાને મૂકી દેવામાં આવ્યા હતા. કોઈ હિંદીઓ હાજર ન હતા, ને તેમના વતી કોઈએ એક શબ્દ ઉચ્ચારવા હિંમત કરી નહોતી — શાથી, તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ નગરની ઘણી મોટી બહુમતી તો આ પ્રશ્ન પર બોલવાનો જેમણે પ્રયત્ન કર્યો તેમના એકપક્ષી, સ્વાર્થી અને સંકુચિત માનસ વાળા અભિપ્રાયથી તદ્દન વિરુદ્ધ છે. . . . જે પ્રજા ઉદ્યમી અને સ્થિર વૃત્તિવાળી છે, જેણે ઉચ્ચતર ક્ષેત્રમાં પોતે વધારે ઊજળી ચામડીવાળા ભ્રાતૃજનોની જોડાજોડ યોગ્યતા સાથે અને માનભરી રીતે પોતાનું સ્થાન નિભાવી રાખવાની પોતાની શક્તિઓના પ્રસંગોપાત્ત પુરાવા આપેલા છે, એ પ્રજાના પ્રવેશથી કંઈ હાનિ થાય એવો ભય ન રાખવો જોઈએ એમ લાગ્યા વગર રહેતું નથી. ટ્રાન્સવાલ હવે.બિન-બ્રિટિશ રાજ્યો એટલે કે ટ્રાન્સવાલ અને ફ઼ી સ્ટેટની વાત કરીએ. ટ્રાન્સવાલમાં ૧૮૯૪માં લગભગ ૨૦૦ વેપારી હતા, જેની મિલકતોની રોકડ કિંમત એક લાખ પાઉંડ થાય. આ પૈકી આશરે ત્રણ પેઢીઓ ઇંગ્લંડ, ડરબન, પોર્ટ એલિઝાબેથ, હિંદ અને બીજાં સ્થળોએથી માલની સીધી આયાત કરતી હતી. એ પેઢીઓને દુનિયાના બીજા ભાગોમાં શાખાઓ હતી અને તે બધી મોટે ભાગે ટ્રાન્સવાલના વેપારને આધારે ટકી રહી હતી. બાકીના વેપારી નાના દુકાનદાર હતા જેમની જુદે જુદે સ્થળે દુકાનો હતી. પ્રજાસત્તાકમાં લગભગ બે હજાર ફેરિયા હતા, જે માલ ખરીદી લાવી ફેરી કરીને વેચતા. યુરોપિયનોનાં ઘરોમાં કે હોટલોમાં કામ કરનાર મજૂરોની સંખ્યા ૧,૫૦૦ હતી. તેમાંના ૧,૦૦૦ જોહાનિસબર્ગમાં હતા. ઈ. સ. ૧૮૯૪ના અંતમાં, લગભગ આ સ્થિતિ હતી. હવે સંખ્યા ઘણી વધી ગઈ છે. ટ્રાન્સવાલમાં હિંદીઓ જમીનની માલિકી ધરાવી શકતા નથી; તેમને લોકેશનોમાં રહેવાના હુકમ આપી શકાય છે. તેમને વેપારના નવા પરવાના કાઢી આપવામાં આવતા નથી. તેમને ખાસ નોંધણી ફી તરીકે ત્રણ પાઉંડ ભરવા પડે છે. આ બધાં નિયંત્રણો ગેરકાયદે છે, કારણ કે એ લંડન કરારની વિરુદ્ધ છે. એ કરારની રૂએ મહારાણીની બધી રૈયતના હકોને સુરક્ષિત કરવામાં આવેલા છે. પરંતુ સંસ્થાનોના ખાતાના ભૂતપૂર્વ પ્રધાને એકરારમાં ફેરફાર કરવા સંમતિ આપ્યાથી ટ્રાન્સવાલ, ઉપરનાં નિયંત્રણો લાદી શકયું છે. ૧૮૯૪–૯૫માં એ નિયંત્રણોની બાબત લવાદને સોંપી હતી, તેનું પરિણામ હિંદીઓની વિરુદ્ધ આવ્યું છે. અર્થાત્ લવાદે જાહેર કર્યું છે કે ટ્રાન્સવાલના પ્રજાસત્તાકને એ કાયદા પસાર કરવાનો હક છે. લવાદના ચુકાદા સામે એક વિનંતીપત્ર બ્રિટનની સરકારને મોકલવામાં આવ્યું હતું. વિનંતીપત્ર પર હવે મિ. ચેમ્બરલેને પોતાનો નિર્ણય આપ્યો છે, અને જોકે અરજ પ્રત્યે સહાનુ- ભૂતિ દર્શાવી છે પણ લવાદના ચુકાદાનો સ્વીકાર કર્યો છે. પરંતુ એમણે અવારનવાર ટ્રાન્સવાલ સરકારને મિત્રદાવે નિવેદનો કરવાનો પોતાનો હક અનામત રાખ્યો છે ને તેમ કરવાનું વચન આપ્યું છે. જો એ નિવેદનો પૂરતાં જોરદાર હશે તો અંતે અમને ન્યાય મળશે એમાં શંકા નથી. માટે અમે જાહેર સંસ્થાઓને પોતાની લાગવગનો ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ, જેથી આ નિવેદનો ઇષ્ટ અસર ઉપજાવનારાં થાય. આ બાબતને લગતું એક દૃષ્ટાંત આપું. મેલાોકની લડાઈ દરમિયાન જ્યારે બ્રિટિશ રૈયતની ફજિયાત ભરતી કરવામાં આવતી હતી ત્યારે ઘણાએ ૧. તુએ પુસ્તક ૧, યા. ૧૪૧–૧૫૮.