પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૨ ગાંધીજીનો અક્ષરદેહ ટિકિટ હોય. આવા અગવડભરેલા સ્થાનમાં ટૂંકી મુસાફરી પણ જાણે મહિના જેટલી લાંબી લાગે છે. નાતાલ બાજુ પણ એમ જ બને છે. ચાર માસ પહેલાં, એક હિંદી ગૃહસ્થે ડરબન સ્ટેશને પ્રિટોરિયાની બીજા વર્ગની ટિકિટ લીધી. તેને કશી મુશ્કેલી નહીં આવે એવી ખાતરી આપવામાં આવી હતી, છતાં ટ્રાન્સવાલની હદમાં વૉકસરસ્ટનું સ્ટેશન આવતાં તેમને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા એટલું જ નહીં, તેઓ એ ગાડીમાં મુસાફરી ન કરી શકયા કેમ કે એમાં ત્રીજા વર્ગનો ડબો ન હતો. આ કાયદાઓ એમને વેપાર કરવામાં પણ ગંભીર નડતરરૂપ થઈ પડે છે. આવી અગવડોને લીધે, ઘણા તો, અનિવાર્ય હોય તે સિવાય, એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જતા જ નથી. વળી ટ્રાન્સવાલમાં હિંદીને દક્ષિણ આફ્રિકાના આદિવાસીની માફક પોતાની પાસે મુસાફરીનો પાસ રાખવો પડે છે, જેની કિંમત એક શિલિંગ હોય છે. હિંદીઓ માટે આ મુસાફરીનો પરવાનો છે. હું માનું છું કે એ પાસ એક તરફની જ મુસાફરી દરમિયાન ચાલે છે. દાખલા તરીકે શ્રી હાજી મહમદ હાજી દાદાને ટપાલ ગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા અને પાસ લેવા માટે પોલીસની સંગીન તરીકે વપરાતા ઝામ્બોકની અણીએ ત્રણ માઈલ ચલાવ્યા હતા. પણ પાસ માસ્તર એમને ઓળખતા હતા એટલે તેમણે તેમને પાસ આપવાનું બિનજરૂરી માન્યું. પણ તેઓ ગાડી તો ચૂકયા જ અને તેમને વૉકસરસ્ટથી ચાર્લ્સટાઉન સુધી ચાલતા જવું પડયું. પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં હિંદીઓને ફૂટપાથ ઉપર ચાલવાનો અધિકાર નથી. ‘અધિ- કાર નથી” એ શબ્દો હું સમજીને વાપરું છું, કેમ કે સામાન્ય રીતે વેપારીઓને કશી રોકટોક થતી નથી. જોહાનિસબર્ગમાં તો એ મતલબનો એક પેટાકાયદો પણ ત્યાંની આરોગ્ય સમિતિએ પસાર કર્યો છે. પ્રિટોરિયામાં શ્રી પિલ્લે નામના મદ્રાસ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટને ફૂટપાથ પરથી ધકેલી કાઢવામાં આવ્યા હતા. તેમણે એ બાબત છાપામાં લખ્યું. બ્રિટિશ એજન્ટનું પણ એ બાબત ધ્યાન દોરવામાં આવ્યું. તેમનું વલણ હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિભર્યું હતું. છતાં તેમણે વચ્ચે પડવાનો ઇનકાર કર્યો. જોહાનિસબર્ગની સોનાની ખાણોને લગતા કાયદા અનુસાર હિંદીઓ ખાણના પરવાનાન લઈ શકે અને ત્યાંની પેદાશનું સોનું રાખવું કે વેચવું તેમને માટે ગુનો ગણાય છે. બ્રિટિશ રૈયતને ફરજિયાત લશ્કરી ભરતીમાંથી મુક્તિ આપવાની સંધિ ટ્રાન્સવાલે એવી શરતે સ્વીકારેલી કે તેમાંના “બ્રિટિશ રૈયત” શબ્દોનો અર્થ કેવળ “ગોરાઓ” કરવામાં આવશે. આ બાબત હાલ મિ. ચેમ્બરલેનને અરજપત્ર મોકલેલું છે. એવો અર્થ કરવાથી સમ્રાજ્ઞીની હિંદી રૈયત પર ભારે ગંભીર નિયંત્રણ આવે છે. તે ઉપરાંત અંકન ટાન્ક્સ કહે છે તેમ હવે આપણે “બ્રિટિશ હિંદી યતની સેનાને ટ્રાન્સવાલની સંગીનોની અણીએ બ્રિટિશ લશ્કરની સંગીનો સામે હંકાતી જોવાની થશે.” ઑરેન્જ ફ્રી સ્ટેટ એક વર્તમાનપત્રનો હવાલો આપીને મેં અગાઉ જણાવ્યું છે તે મુજબ ઑરેન્જ ટ્રી સ્ટંટે ત્યાં બ્રિટિશ હિંદીનું અસ્તિત્વ અશકય કરી મૂકયું છે. એ રાજ્યમાંથી અમને હાંકી કાઢવામાં આવ્યા છે ને પરિણામે અમને ૯,૦૦૦ પાઉંડનું નુકસાન થયું છે. અમારી દુકાનો બંધ કરાવી દેવામાં ૧. ગેંડાના ચામડાને કાર ૨. નુ પુસ્તક ૧, પા. ૧૯૬-૯૭.