પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
મુંબઈમાં વ્યાખ્યાન

મુંબઈમાં વ્યાખ્યાન દરગુજર કરશો એમ માની લેવાની હું ધૃષ્ટતા કરું છું. એ ૧,૦૦,૦૦૦ હિંદીઓનાં હિત હિંદુસ્તાન- નાં ૩૦,૦૦,૦૦,૦૦૦ માનવીનાં હિત સાથે નિકટપણે જોડાયેલાં છે. દક્ષિણ આફ્રિકાના હિંદીઓને પડતાં કષ્ટોનો પ્રશ્ન હિંદના હિંદીઓની ભાવિ ઉન્નતિ તથા ભાવિ વિદેશગમન પર અસર કરે ૫૧ છે. તેથી હું નમ્રપણે એવું માનવાની હિંમત કરું છું કે, જો આ પ્રશ્ન હજુ સુધી હિંદના આજના મુખ્ય પ્રશ્નોમાંનો એક ન બની ગયો હોય તો હવે બનવો જોઈએ. આટલા પ્રાસ્તાવિક નિવેદન પછી હવે હું આપની સમક્ષ બને તેટલા ટૂંકાણથી દક્ષિણ આફ્રિકામાં વસતા બ્રિટિશ હિંદીઓને સ્પર્શતી ત્યાંની સમગ્ર પરિસ્થિતિ રજૂ કરીશ. આપણા વર્તમાન હેતુઓની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા નીચેનાં રાજ્યોમાં વહેંચાયેલો છે: કેપ ઑફ ગુડ હોપનું બ્રિટિશ સંસ્થાન, નાતાલનું બ્રિટિશ સંસ્થાન, ઝૂલુલૅન્ડનું બ્રિટિશ સંસ્થાન, ટ્રાન્સવાલ અથવા દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક, ધ ઑરેન્જ ફ઼ી સ્ટેટ, સનદી પ્રદેશો અર્થાત્ રોડેશિયા, અને ડેલાગોઆ બે અને બેઈરાના પોર્ટુગીઝ પ્રદેશો. - પોર્ટુગીઝ પ્રદેશો બાદ કરતાં દક્ષિણ આફ઼િકામાં લગભગ એક લાખ હિંદીઓ વસે છે. તેમાંનો મોટો ભાગ મજૂર વર્ગનો છે. તેઓ મદ્રાસ અને બંગાળની મજૂર વસ્તીમાંથી આવેલા છે અને અનુક્રમે તામિલ અગર તેલુગુ તથા હિંદી ભાષા બોલે છે. વેપારી વર્ગની થોડી સંખ્યા છે જે મુખ્યત્વે મુંબઈ ઇલાકામાંથી આવેલા છે. સમગ્ર દક્ષિણ આફ્રિકામાં સામાન્ય રીતે હિંદીઓ તરફ્ ધિક્કારની લાગણી પ્રવર્તે છે. વર્તમાનપત્રો તે લાગણીને પ્રોત્સાહન આપે છે ને ધારાસભાઓના સભ્યો તે પ્રત્યે આંખ આડા કાન કરે છે એટલું જ નહીં તેની તરફેણ પણ કરે છે. યુરોપિયનોના સામાન્ય જનસમાજની દૃષ્ટિએ દરેક હિંદી, અપવાદ વિના, કુલી છે. દુકાનદારો “કુલી દુકાનદાર”, હિંદી કારકુનો અને શિક્ષકો તે “કુલી કારકુનો” અને “કુલી શિક્ષકો” છે. આમ સ્વાભાવિક રીતે વેપારીઓ કે અંગ્રેજી ભણેલા હિંદીઓ– કોઈની સાથે જરાયે માનભર્યું વર્તન રાખવામાં નથી આવતું. હિંદી પાસે સંપત્તિ હોય કે શક્તિ હોય, તેની એ દેશમાં, યુરોપિયન સંસ્થાનવાસીઓના હિત અર્થે ઉપયોગ કરવા સિવાય, કશી કિંમત નથી. એમને મન અમે “અંતરથી ધિક્કારવા લાયક એશિયાઈ ગંદવાડ” છીએ, “સાચ વગરની જીભવાળા હીન કુલી” છીએ, “સમાજના ખુદ મર્મને કોરી ખાનારા અસલ કીડા” છીએ, “પારકી મહેનત પર જીવનારા વાંદા, અર્ધજંગલી એશિઆઈઓ” છીએ, “ચોખા ખાઈને જીવનારા અને દુર્ગુણોથી ભરેલા” છીએ. કાયદાનાં પુસ્તકોમાં હિંદીઓનું વર્ણન “એશિયાની આદિવાસી અગર અર્ધ જંગલી જાતિઓ”ના લોકો તરીકે આપેલું છે, જ્યારે હકીકતમાં દક્ષિણ આફ્રિકામાં આદિવાસી વંશનો હિંદી ભાગ્યે એકાદ હશે. આસામના સંથાલ લોક દક્ષિણ આફ્રિકામાં ત્યાંની આદિવાસી પ્રજા જેટલા જ નકામા ગણાશે. પ્રિટોરિયા ચેમ્બર ઑફ કૉમર્સ (વેપારીમંડળ) એમ માને છે કે આપણો “ધર્મ બધી સ્ત્રીઓને આત્મારહિત અને ખ્રિસ્તીઓને સ્વાભાવિક શિકાર માનવાનું શીખવે છે.” તેના જ કહેવા મુજબ, “દક્ષિણ આફ્રિકાનો આખો સમાજ આ લોકોની ગંદી ટેવો તથા અ- નૈતિક આચારથી પેદા થતા ખતરામાં આવી પડયો છે.” છતાં હકીકત તો એ છે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં રક્તપિત્તનો એકે કેસ થયો નથી. અને પ્રિટોરિયાના ડૉ. વીલ કહે છે કે “વર્ગ તરીકે વિચાર કરવામાં આવે તો મારો અભિપ્રાય એવો છે કે નીચલામાં નીચલા વર્ગનો હિંદી નીચલામાં નીચલા વર્ગના ગોરાને મુકાબલે ઊતરે નહીં એટલે કે નીચલામાં નીચલા વર્ગના હિંદીની રહેણીકરણી ચડિયાતી હોય છે, તે વધારે સારા ઘરમાં રહે છે અને નીચલામાં નીચલા વર્ગના ગોરાની સરખામણીમાં સ્વચ્છતા અને સુખાકારીને લગતા ઇલાજોનો વધારે ખ્યાલ રાખે