પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
ગાંધીજીનો અક્ષરદેહ.

પર ગાંધીજીનો અક્ષરદેહ છે.” વધારામાં, એ દાક્તર નોંધે છે કે, “જ્યારે દરેક પ્રજાના એક કે વધુ સભ્યો એક યા બીજા સમયે રક્તપિત્તની હૉસ્પિટલમાં ગયા છે ત્યારે, એક પણ હિંદીને એ રોગ થયો નથી.” દક્ષિણ આફ્રિકાના ઘણાખરા પ્રદેશોમાં આપણા લોકો રાતના નવ વાગ્યા પછી ઘરની બહાર નીકળી શકતા નથી, સિવાય કે તેમની પાસે તેમના શેઠે આપેલા પાસ હોય. જોકે મેમણનો પોશાક પહેરનાર હિંદીઓ બાબતમાં અપવાદ કરવામાં આવે છે. હોટલોનાં બારણાં અમારે માટે બંધ છે. અમે ટ્રામગાડીમાં કનડગત વગર મુસાફરી કરી શકતા નથી. સિગરામમાં અમે બેસી શકતા નથી. ટ્રાન્સવાલમાં બાર્બટન અને પ્રિટોરિયા વચ્ચે હિંદીઓને સિગરામની અંદર બેસવા દેવામાં આવતા નથી. તેમને સિગરામ હાંકનારની પડખે બહાર બેસવાની ફરજ પાડવામાં આવે છે. જોહાનિસબર્ગ અને ચાર્લ્સટાઉન વચ્ચે રેલવે નહોતી ત્યારે ત્યાં પણ એમ જ થતું હતું. ટ્રાન્સ- વાલમાં જ્યાં શિયાળો અતિશય આકરો હોય છે, ત્યાં હિમાળી સવારે આમ મુસાફરી કરવી એ ભારે કસોટી છે. અપમાન તો છે જ, ત્યાં સિગરામમાં લાંબી મુસાફરી કરવાની હોય છે, અને અમુક અમુક અંતરે મુસાફરોને રહેવાની તથા જમવાની ગોઠવણ હોય છે. પણ આ સ્થાનોમાં કોઈ પણ હિંદીને નથી રહેવાની જગ્યા મળતી કે નથી જમવાના ટેબલ પર જગ્યા મળતી. બહુ બહુ તો, રસોડાના પાછલા ભાગમાં જઈ એ અન્ન ખરીદી લે અને પોતાની મેળે જે કંઈ સગવડ મેળવી શકે, તે મેળવી લે. હિંદીઓને સહન કરવાં પડતાં અવર્ણનીય દુ:ખોના સેંકડો દાખલા ટાંકી શકાય. જાહેર સ્નાનગૃહો હિંદીઓ માટે ખુલ્લાં નથી. હિંદીઓને હાઈસ્કૂલોમાં દાખલ કરતા નથી. હું નાતાલથી નીકળ્યો તેના પખવાડિયા પહેલાં એક હિંદી વિદ્યાર્થીએ ડરબન હાઈસ્કૂલમાં દાખલ થવા અરજી કરી હતી, તે નામંજૂર કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓ પણ હિંદીઓ માટે ખુલ્લી નથી. નાતાલમાં વેલમ નામે નાના ગામના અંગ્રેજી દેવળમાંથી મિશનરી શાળાના હિંદી શિક્ષકને હાંકી કાઢો હતો. નાતાલ સરકાર એક પરિષદ — જેને તેઓ ‘કુલી કૉન્ફરન્સ” કહે છે – ભરવા આતુર થઈ રહી છે. એ પરિષદનો હેતુ સમગ્ર દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ માટે થતા કાયદાઓમાં એકરૂપતા આણવાનો તથા હિંદીઓ તરફથી ઇંગ્લંડની સરકાર જે નખરાં કરે છે તેનો એકત્ર થઈને સામનો કરવાનો છે. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ વિરુદ્ધ પ્રવર્તતી સામાન્ય લાગણી આવી છે. એક અપવાદ છે પોર્ટુગીઝ પ્રદેશો. ત્યાં હિંદીઓનું માન છે અને તેને સામાન્ય પ્રજાની ફરિયાદોથી જુદી એવી કોઈ ફરિયાદ નથી. આવા દેશમાં રહેવું પ્રતિષ્ઠિત હિંદી માટે કેટલું મુશ્કેલ હોવું જોઈએ તેનો ખ્યાલ આપ સહેલાઈથી કરી શકશો. સજ્જનો! મને ખાતરી છે કે જો આપણી આ સભાના પ્રમુખ દક્ષિણ આફ્રિકા જાય તો એમને માટે કોઈ હોટલમાં જગ્યા મેળવવાનું ભારે મુસીબતનું કામ થઈ પડે. નાતાલના પહેલા વર્ગના ડબામાં તેઓ નિરાંતે બેસી શકશે નહીં, અને વૉકસરસ્ટ પહોંચ્યા પછી તેમને કોઈ પણ જાતની વિધિ વગર પહેલા વર્ગના ખાનામાંથી બહાર કાઢીને ટિનના પતરાના ખાનામાં, જ્યાં કાફરોને ઘેટાંની જેમ ગાંધ્યા હોય છે ત્યાં બેસાડવામાં આવશે, છતાં પણ હું તેમને ખાતરી આપું છું કે જો તેઓ કદી દક્ષિણ આફ્રિકા પધારે અને અમે ઇચ્છીએ છીએ કે આપણા મોટા માણસો આ અગવડભરેલા પ્રદેશોમાં કંઈ નહીં તો એમના દેશબાંધવોની ત્યાં શી દશા થાય છે તે જોવા ને સમજવા માટે આવે ત્યારે, આ અગવડો માટે તો અમે લાચાર છીએ, પણ અગવડોનો બદલો અમે એમનું બાદશાહી સ્વાગત કરીને વાળી દઈશું. એટલી એકતા અને એટલો ઉત્સાહ, કંઈ નહીં તો હાલપૂરતાં, અમારામાં છે. યુરોપિયનો અમને હલકે દરજજે ઉતારી પાડવા માગે છે તેની સામે અમે અવિરતપણે સૂઝી રહ્યા છીએ. યુરોપિયનો અમને છેક અસભ્ય કાફિરની પાયરીએ ઉતારી પાડવા માગે છે, જેનો