પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
મુંબઈમાં વ્યાખ્યાન

મુંબઈમાં વ્યાખ્યાન મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. જે કાગળો પ્રસિદ્ધ થયા છે તે પરથી, મિ. ચેમ્બરલેનનો અભિપ્રાય એવો જણાય છે કે હિંદમાં પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાતી પ્રતિનિધિ સંસ્થાઓ નથી. ધારાસભામાં અમે નિષ્ફળ નીવડયા હતા તેથી મિ. ચેમ્બરલેનના આ અભિપ્રાયો પ્રત્યે પૂરી અદબ સાથે અમે તેમને એક વિનંતીપત્ર મોકલીને જણાવ્યું કે આ બિલના હેતુઓ માટે એટલે કે કાયદાની દૃષ્ટિએ કહીએ તો, હિંદ પાર્લમેન્ટની પદ્ધતિના મતા- ધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ ધરાવતું હતું, અને ધરાવે છે. આ જ અભિપ્રાય લંડન ટાફમ્સે વ્યક્ત કર્યો છે. નાતાલનાં છાપાંઓનો એ જ મત છે, બિલની તરફેણ- માં મત આપનાર સભાસદોનો પણ એ જ મત છે, તથા નાતાલના એક પ્રખર ધારાશાસ્ત્રીનો પણ એ જ મત છે. અહીંના મોટા મોટા ધારાશાસ્ત્રીઓનો અભિપ્રાય જાણવા અમે બહુ ઉત્સુક છીએ. આવું બિલ પસાર કરવાનો હેતુ હિંદીઓને હેરાન કરવા માટે ‘ઢબ્બુ ઉછાળી છાપ કે કાંટાની રમત’ કરવાનો છે. નાતાલની ધારાસભાના ઘણા સભ્યો, જેઓ બીજી રીતે હિંદીઓના હિતના વિરોધી છે, તેઓ માને છે કે આ બિલથી હિંદી કોમ છેડા વિનાની કાયદાબાજીમાં સંડોવાશે અને એ કોમમાં ઉશ્કેરણી ફેલાશે. ૫૫ સરકારી મુખપત્રના કહેવાની મતલબ આ છે: “અમારે આ જ બિલ જોઈએ, બીજું કોઈ નહીં. જો અમે સફળ થઈએ, એટલે કે જે સંસ્થાઓના બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હિંદમાં અસ્તિત્વ ધરાવતી નથી, એમ ઠરે તો તો સારું, જો એમ ન થાય તોય એમાં અમારે કશું ગુમાવવાપણું નથી. અમે બીજું બિલ અજમાવીશું, મિલકત દ્વારા મળતી લાયકાતમાં મિલકતનું જે ધોરણ છે તે વધારીશું અને કેળવણીને લગતી કસોટી લાદીશું. આવા બિલ સામે વાંધો લેવામાં આવશે તોપણ અમારે ડરવાની જરૂર નથી, કેમ કે ડરવાનું કારણ જ કથાં છે? અમે જાણીએ છીએ કે હિંદીઓ અમને કદી દબાવી શકવાના નથી.” મને સમય હોત તો બરાબર એ જ શબ્દો ટાંકી બતાવત, જે આના કરતાં વધારે સખત છે. જેમને આ બાબતમાં ખાસ રસ હોય તેઓ લીલા ચોપાનિયામાં એ શબ્દો જોઈ શકશે. આમ નાતાલના પાશ્ચરના ભયંકર નસ્તર વડે વાઢકાપ કરવાને માટે અમને ઉપયોગી પાત્ર ગણવામાં આવ્યા છે. ફેર માત્ર એટલો જ કે પારિસનો પાશ્ચર ભલું કરવાના ઇરાદાથી વાઢકાપ કરતો હતો; જ્યારે અમારો નાતાલનો પાશ્ચર નર્યા દુરાગ્રહને કારણે આ શસ્ત્રક્રિયામાંથી મળતા મોરંજનને ખાતર આમ કરે છે. આ વિનંતીપત્ર હાલ મિ. ચેમ્બરલેનની વિચારણા હેઠળ છે. હિંદની સ્થિતિ નાતાલની સ્થિતિ કરતાં તદ્દન જુદી છે, એ હકીકત પર હું જેટલો ભાર મૂકું તેટલો ઓછો છે. હિંદમાં મોટા મોટા લોકોએ મને પ્રશ્ન પૂછ્યો છે: ‘‘હિંદમાં જ તમને મતાધિકાર નથી; હોય તો તે માત્ર નામનો જ છે, તો પછી તમે નાતાલમાં મતાધિકાર શા માટે માર્ગો છો?’’ અમારો નમ્ર ઉત્તર એટલો જ છે કે નાતાલમાં અમે મતાધિકાર માગતા નથી, પણ નાતાલમાં અમે જે હક ભોગવતા આવ્યા છીએ તે યુરોપિયનો છીનવી લેવા માગે છે. આ બહુ મોટો ફેર છે. મતાધિકાર છિનવાઈ જતાં અમારું અધ:પતન થશે. હિંદમાં એવું કાંઈ નથી. હિંદમાં પ્રતિનિધિ સંસ્થાઓ વ્યાપક બનાવવાનું કામ ધીમી ગતિએ પણ દૃઢપણે ચાલી રહ્યું છે. નાતાલમાં આવી સંસ્થાઓનાં બારણાં અમારે માટે ધીરે ધીરે ભિડાતાં જાય છે. વળી લંડન દામ્સ કહે છે તે પ્રમાણે, “હિંદમાં હિંદીને તે જ મતાધિકાર છે, જે અંગ્રેજને પણ છે.” નાતાલમાં એમ નથી. ત્યાં જે વસ્તુ યુરોપિયનને માટે ઇષ્ટ છે તે જ વસ્તુ હિંદીને માટે ઇષ્ટ મનાતી નથી! વધારામાં, નાતાલમાં મતાધિકાર લઈ લેવા માટે ચાલતું કામ રાજકીય પગલું નથી, પણ માત્ર વેપારી નીતિ