પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
ગાંધીજીનો અક્ષરદેહ.

પદ ગાંધીજીનો અક્ષરદેહ છે, જે પ્રતિષ્ઠિત હિંદીઓનો પ્રવેશ રોકવા માટે અંગીકાર કરવામાં આવી છે. ઇંગ્લંડ જનાર હિંદીને ત્યાં જેટલે અંશે અંગ્રેજને મળે તેટલે જ અંશે ત્યાંની સંસ્થાઓનો લાભ મળી શકે છે, તે જ પ્રમાણે બ્રિટિશ રૈયત હોવાથી હિંદીને, બ્રિટિશ રાજ્ય કે વસાહતી સંસ્થાનમાં બીજા બ્રિટિશ પ્રજાજનો જે જે અધિકારો ભોગવતા હોય તે તે માગવાનો હક હોવો જોઈએ. પરંતુ હકીકત તો એ છે કે હિંદીઓના મતો યુરોપિયન મતોને દબાવી દે એવો ભય છે જ નહીં. એમને તો વર્ગલક્ષી એટલે કે વર્ગ વર્ગ વચ્ચે ભેદ પાડતા ધારા ઘડવા છે. મતાધિકારની બાબતમાં વર્ગ- લક્ષી ધારો ઘડવાનું તો ફાચરની અણી જેવું જ છે. તેઓ સ્થાનિક સંસ્થાઓમાંથી હિંદીઓનો મ્યુનિસિપલ મતાધિકાર પણ છીનવી લેવાનું વિચારી રહ્યા છે. પહેલું મતાધિકાર બિલ રજૂ કરતી વખતે જ્યારે એક સભ્ય સૂચન કર્યું હતું કે હિંદીઓ પાસે મ્યુનિસિપલ મતાધિકાર છે તે લઈ લેવો જોઈએ ત્યારે એનો ઉત્તર આપતાં ઍટર્ની જનરલે ઉપરની મતલબનું વિધાન કર્યું હતું. જ્યારે હિંદીઓનો પ્રશ્ન હાથ પર હતો ત્યારે બીજા એક સભ્ય સૂચવેલું કે આપણે હિંદી પ્રશ્નનો નિવેડો લાવીએ તે દરમિયાન સંસ્થાનની મુલકી નોકરીઓ હિંદીઓ માટે બંધ કરવી જોઈએ. કેપ કૉલોનીમાં પણ બરાબર નાતાલના જેવી જ સરકાર છે. ત્યાં પણ હિંદીઓની સ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે. થોડા વખત પર કેપ પાર્લમેન્ટે એક બિલ પસાર કર્યું છે, તે ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને હિંદીઓને ફૂટપાથ પર ચાલતા અટકાવવાના તથા તેમને નિશ્ચિત કરેલાં લોકેશનોમાં રહેવાની ફરજ પાડવાના પેટાકાનૂનો ઘડવાની સત્તા આપે છે. આ લોકેશનો સામાન્ય રીતે અનારોગ્યકારી, માનવ વસવાટને માટે અયોગ્ય એવી ભેજવાળી જગ્યા છે. વેપારધંધાના કામ અર્થે તો તે અવશ્ય નકામી છે. ઝૂલુલૅન્ડ તાજનું સંસ્થાન છે તેથી ઇંગ્લંડની સરકારના સીધા કાબૂ હેઠળ છે. ત્યાં પણ નોદવેની અને એશોવે જિલ્લાઓ સંબંધે એવા નિયમો કરવામાં આવ્યા છે કે ત્યાં, હિંદીઓ જમીન મેળવી ખરીદી શકે નહીં, જોકે એ જ પ્રદેશમાં આવેલા મેલમથમાં હિંદીઓ ૨,૦૦૦ પાઉન્ડ કિંમતની મિલકતના માલિક છે. ટ્રાન્સવાલ ડચ પ્રજાસત્તાક છે. એ જેમિસનની ધાડનું સ્થળ, અને પાશ્ચાત્ય જગતના સોનું શોધનારાનું એલડોરાડો (સોનાથી ભરપૂર કલ્પિત દેશ ) છે. ત્યાં ૫,૦૦૦ ઉપર હિંદીઓ વસે છે, ને તેઓ પૈકી ઘણા વેપારી અને દુકાનદાર છે. બાકીના ફેરિયા, વેઇટર અને ઘરનોકર છે. બ્રિટિશ સરકાર અને ટ્રાન્સવાલ સરકાર વચ્ચે થયેલી સંધિ૧ દ્વારા “આદિવાસી સિવાય સૌના” વેપાર તથા મિલકતને લગતા હકો સુરક્ષિત છે, અને તેની રૂએ ૧૮૮૫ સુધી હિંદીઓ છૂટથી વેપાર કરતા હતા. પરંતુ તે વરસે, ઇંગ્લંડની સરકાર સાથે કેટલોક પત્રવ્યવહાર કર્યા બાદ, ટ્રાન્સવાલ ફૉસરાડ (પાર્લામેન્ટ )માં એક કાયદો પસાર કર્યો, જેથી નિશ્ચિત કરેલાં લોકેશનો સિવાય બીજે વેપાર કરવાનો તથા સ્થાવર મિલકત ધરાવવાનો હિંદીઓનો હક છિનવાઈ ગયો, અને તે દેશમાં વસવા ઇચ્છનાર દરેક હિંદી પર નોંધણી કરાવવા ૩ પાઉન્ડની ફી ઠોકી બેસાડવામાં આવી. લાંબી વાટાઘાટને અંતે આ બાબત લવાદને સોંપવામાં આવી. તે અંગેનો સમસ્ત ઇતિહાસ જિજ્ઞાસુઓને લીલા ચોપાનિયામાં મળશે. લવાદનો નિર્ણય હકીકતમાં હિંદીઓ વિરુદ્ધ હોવાથી સંસ્થાન મંત્રીને વિનંતીપત્ર મોકલવામાં આવ્યું; તેને પરિણામે, લવાદના ચુકાદાનો તો સ્વીકાર થયો છે છતાં હિંદીઓની ફરિયાદો વાજબી છે એ પણ સંપૂર્ણપણે સ્વીકારાયું છે. ટ્રાન્સવાલમાં પાસની પ્રથા બહુ ક્રૂર રૂપમાં ચાલુ છે. દક્ષિણ આફ્રિકાના બીજા પ્રદેશોમાં રેલવે કર્મચારીઓ પહેલા તથા બીજા વર્ગના મુસાફરોની સ્થિતિ અસહ્ય ૧. ૧૮૮૪ની લંડન સંધિ (કન્વેન્શન),