પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
ગાંધીજીનો અક્ષરદેહ.

પ ગાંધીજીનો અક્ષરદેહ માનીએ છીએ કે હિંદમાં વસતા હિંદીઓ વિષે યોગ્ય જ્ઞાનના અભાવને કારણે આ બૂરી લાગણી મોટે ભાગે પેદા થવા પામી છે. તેથી સામાન્ય જનતાને આવશ્યક માહિતી પહોંચાડીને અમે લોકમત કેળવવાનો પ્રયાસ કરીએ છીએ. કાનૂની મુસીબતો બાબત, ઇંગ્લંડમાં અંગ્રેજોના લોકમત પર તથા અહીં લોકો સમક્ષ અમારી સ્થિતિ રજૂ કરીને લોકમત પર અસર પાડવાનો અમે પ્રયાસ કર્યો છે. આપ જાણો છો કે કૉન્ઝર્વેટિવર્વા (રૂઢિચુસ્ત પક્ષ ) તથા લિબરલો (વિનીત પક્ષ) બંનેએ કશા ભેદભાવ વગર અમને ટેકો આપ્યો છે. લંડન ટાÀ અમારા કાર્ય અંગે બહુ સહાનુભૂતિપૂર્વક આઠ અગ્રલેખ લખ્યા છે.૧ આ એક સહાયે જ અમને દક્ષિણ આફ્રિકાના યુરોપિયનોની નજરમાં એક પગથિયું ઊંચા ચડાવ્યા છે, અને ત્યાંનાં વર્તમાનપત્રોનો સૂર ઘણો સુધર્યો છે. અમારી માગણીઓ પરત્વે અમારી સ્થિતિ જરા વધારે સ્પષ્ટ કર્યું. અમે જાણીએ છીએ કે આમજનતાને હાથે અમારાં જે અપમાનો અને તિરસ્કાર થાય છે તે ઇંગ્લેંગ્લંડની સરકાર સીધી રીતે વચ્ચે પડીને દૂર કરી નહીં શકે. આવી કોઈ દરમિયાનગીરી માટે અમે તેને અપીલ કરતા નથી. અમે એ કિસ્સા જાહેર પ્રજા સમક્ષ મૂકીએ છીએ, જેથી સૌ કોર્મોની ન્યાયપ્રિય વ્યક્તિઓ તથા વર્તમાનપત્રો પોતાની નાપસંદગી પ્રગટ કરીને એ અપમાનોની કઠોરતા ઘણી ઘટાડી દે, અને શકય તે રીતે, અંતે તેમને નાબૂદ પણ કરે. પરંતુ આવી બૂરી લાગણીઓ સંસ્થાનોના કાયદાઓમાં ઉતારવામાં આવે તે સામે અમને રક્ષણ આપવા અમે ઇંગ્લંડની સરકારને જરૂર અપીલ કરીએ છીએ. અને અમને આશા છે કે અમારી અપીલ નિષ્ફળ નહીં નીવડે. અમારા સ્વાતંત્ર્યને કોઈ પણ રૂપમાં સીમિત કરનાર જે કોઈ કાયદા વસાહતી રાજ્યોની ધારાસભાઓ ઘડે તેમને નામંજૂર કરવા અમે ઇંગ્લંડની સરકારને જરૂર અરજ ગુજારીએ છીએ. અને હવે હું છેલ્લા સવાલ પર આવું છું. વસાહતી સંસ્થાનો અને સંબંધિત મિત્રરાજ્યોનાં આવાં કાર્યો સામે ઇંગ્લંડની સરકાર કેટલી દરમિયાનગીરી કરી શકે? ઝૂલુલૅન્ડ બાબત તો એ સવાલ જ ન હોઈ શકે, કેમ કે એ તાજનું સંસ્થાન છે અને ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ સચિ- વાલય) ગવર્નર મારફતે એની હકૂમત ચલાવે છે. નાતાલ અને કેપ ઑફ ગુડ હોપનાં સંસ્થાનો પેઠે ઝૂલુલૅન્ડ નથી સ્વરાજ્ય ભોગવતું કે નથી જવાબદાર સરકાર ધરાવતું. કેપ સંસ્થાન અને નાતાલની બાબતમાં એવું છે કે નાતાલ રાજ્યબંધારણની કલમ ૭ મુજબ, સ્થાનિક પાર્લામેન્ટે પસાર કરેલા કોઈ પણ ખરડાને ગવર્નરની મંજૂરી મળી ગઈ હોય, અને એ રીતે તે કાયદો બની ગયો હોય તોપણ બે વરસની અંદર ગમે ત્યારે તેને નામંજૂર કરવાની સત્તા નામદાર સમ્રાજ્ઞીને છે. સંસ્થાનોના દમનકારી કાયદાઓ સામે આ એક બંધારણીય રક્ષણ છે. ગવર્નરને અપાયેલી શાહી સૂચનાઓમાં કેટલાંક એવાં બિલોનો નિર્દેશ છે કે જેને નામદાર સમ્રાજ્ઞીની અગાઉથી મંજૂરી મેળવ્યા વિના ગવર્નર સંમતિ આપી શકે નહીં. આવાં બિલોમાં વર્ગ વર્ગ વચ્ચે ભેદ પાડવાનો જેમનો હેતુ છે તેવાં બિલ પણ આવી જાય છે. એક દાખલો આપું. દેશ- પ્રવેશના કાયદામાં સુધારો કરનાર બિલને ગવર્નરની સંમતિ મળી ગઈ છે, પણ નામદાર સમ્રાજ્ઞી મંજૂર કરે ત્યારે જ એ અમલમાં આવી શકે. હજી લગી અને મંજૂરી મળી નથી. આમ જોઈ શકાશે કે નામદાર સમ્રાજ્ઞીની દરમિયાનગીરી સીધી અને ચોક્કસ છે. સંસ્થાનોની સરકારોએ પસાર કરેલા કાયદામાં વચ્ચે આવવા ઇંગ્લંડની સરકાર બહુ તૈયાર થતી નથી એ ખરું. છતાં ૧. જીએ પા. પ.