પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન છે. નાતાલ ધારાસભાના એક સભ્યના શબ્દો મુજબ, “હિંદીઓનું જીવન નાતાલ કરતાં સ્વદેશમાં વધારે સુખસગવડવાળું કરવાનો” છે; બીજા પ્રસિદ્ધ નાતાલવાસીના શબ્દોમાં, “હિંદીને હમેશાં લાકડાં કાપનારો ને પાણી ખેંચનારો મજૂર રાખવાનો” છે. અત્યારે લગભગ ૧૦,૦૦૦ યુરો- પિયન મતદારો સામે હિંદી મતદાર માત્ર ૨૫૧ છે, એ હકીકત જ બતાવે છે કે હિંદી મત યુરોપિયન મતને દબાવી દે એવો જરાયે ભય નથી. આ પ્રશ્નના વધારે વિગતવાર ઇતિહાસ માટે આપ લીલું ચોપાનિયું જોશો. લંડન ટાર્સે પત્ર જે અમારી મુસીબતોમાં અમને એક- સરખો ટેકો આપતું આવ્યું છે, તે નાતાલમાં મતાધિકારનો પ્રશ્ન ચર્ચતાં આ વરસના જૂન ૨૭ના અંકમાં પ્રશ્નને આ રીતે મૂકે છે: શ્રી ચેમ્બરલેન સમક્ષ અત્યારે જે પ્રશ્ન છે તે સૈદ્ધાંતિક નથી. એ સવાલ દર્દી- લોનો નહીં, પણ કોમી ભાવનાઓનો છે, આપણી જ રૈયતમાં કોમકોમ વચ્ચે લડાઈ જામે તે આપણને પરવડે નહીં. નાતાલ જતા મજૂરોને અટકાવી દઈ નાતાલના વિકાસને એકદમ અટકાવી દેવાનું હિંદ સરકાર માટે જેટલું ખોટું ગણાય તેટલું જ ખોટું નાતાલ સરકાર માટે બ્રિટિશ હિંદના પ્રજાજનોને નાગરિક હક આપવાનો ઇન્કાર કરવો એ ગણાય. તેઓ બ્રિટિશ હિંદના પ્રજાજનો) તો વસાહતમાં વરસોની કરકસરથી તથા સારું કામ કરીને નાગરિકોના દરજ્જા સુધી પહોંચી ગયા છે. એશિયાટિક લોકોના મત દ્રારા યુરોપિયન મત દબાઈ જવાનો ભય ખરેખર હોય તો કેળ- વણીવિષયક કસોટી દાખલ કરવા બાબત અથવા મિલકતવિષયક લાયકાતનું ધોરણ ઊંચું કરવા બાબત અમને કંઈ જ વાંધો નથી. અમારો વાંધો વર્ગભેદના કાયદા ઘડવા સામે છે, એમાં અવશ્યપણે જે અપમાન રહેલું છે તેની સામે છે. આ બિલનો વિરોધ કરવામાં અમે કોઈ નવા અધિકાર માટે લડતા નથી. જે અધિકાર અમે ભોગવતા આવ્યા છીએ તેને અમે છિનવાઈ જતા રોકવા માગીએ છીએ. નાતાલ સરકારની નીતિ હિંદીઓને અણઘડ કાફરને દરજજે ઉતારી પાડવાની છે; નાતાલના ઍટર્ની જનરલના શબ્દો મુજબ, “જે ભાવિ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રનું ઘડતર થવાનું છે તેના અંગરૂપ હિંદીને બનતાં અટકાવવાની” છે. એ નીતિને ચુસ્તપણે અનુસરીને ગઈ સાલ નાતાલ સરકારે હિંદીઓના પ્રવેશનો કાયદો સુધારવાનું એક બિલ ધારાસભામાં આવ્યું હતું. એ બિલને શાહી સંમિત નહીં મળે એવી અમે આશા રાખી હતી, પરંતુ આપને જણાવતાં મને દિલગીરી થાય છે કે એ બિલને શાહી સંમતિ મળી ગઈ છે. મુંબઈની સભા પછી આ સમાચાર આવ્યા છે, તે તેથી આ પ્રશ્ન કંઈક લંબાણથી ચર્ચવાનું મારે માટે આવશ્યક છે; વળી, આ પ્રશ્નને આ ઇલાકા સાથે નિકટનો સંબંધ છે, અને તેથી તેનો અભ્યાસ અહીં ઉત્તમ રીતે થઈ શકે એમ છે. ૭૧ ઑગસ્ટ ૧૮, ૧૯૯૪ સુધી નાતાલ જનાર ગિરમીટિયા પાંચ વરસની નોકરીનો કરાર કરીને જતા. તેમને તથા તેમના કુટુંબને નાતાલ જવાનું ભાડું તથા ત્યાં રહેવા ખાવાનું મફત આપવામાં આવતું, અને મહિને દસ શિલિંગ પગાર આપવામાં આવતો. તેમાં દર વરસે એક એક શિલિંગ વધારવામાં આવતો હતો. જે તેઓ સંસ્થાનમાં મુક્ત મજૂર તરીકે બીજાં પાંચ વરસ રોકાય તો તેમને હિંદ આવવાની ટિકિટ મેળવવાનો હક હતો. આમાં હવે ફેરફાર થયો છે અને ભવિષ્યમાં આવા વસાહતીઓને હંમેશ માટે ગિરમીટિયા તરીકે રહેવું પડશે; તે દરમ્યાન ગિરમીટની નોકરીના નવમા વરસને અંતે એમનો પગાર વધીને વીસ શિલિંગ થશે; અથવા તેને હિંદ પાછા ફરવું પડશે, અગર તો વાર્ષિક માથાવેરા તરીકે ત્રણ પાઉન્ડ ભરવા પડશે જે રકમ ગિરમીટના પગાર