પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
સંવાહક.

પ્રતિનિધિને મગધરાજ પાસે મોકલવો. તેણે ત્યાં પર્વતેશ્વરને છોડી દેવાની માગણી કરવી, અને માગણીનો જો અસ્વીકાર કરવામાં આવે, તો પછી મગધદેશ પર ચઢાઈ કરવી.” એવો ઠરાવ કરી કેટલાક યવન વીરોને સાથે આપી મલયકેતુએ શાકલાયન નામના એક બ્રાહ્મણને મગધેશ્વરની સભામાં મોકલ્યો. જતી વેળાએ “મગધરાજની સભામાં દૂતનું કાર્ય કરવા ઉપરાંત ત્યાંના લોકોના મનની કેવી સ્થિતિ છે અને આપણને અનુકૂલ થાય, એવાં માણસો ત્યાં કોણ કોણ છે, એનું પણ ધ્યાન રાખવું.” એવો ઉપદેશ પણ શાકલાયનને આપવામાં આવ્યો હતો.

શાકલાયન, સાગલપુરમાંથી નીકળ્યો, તે ક્યાંય વાજબી કરતાં વધારે વખત ન વીતાડતાં શીધ્રતાથી પુષ્પપુરીનાં દ્વારપાસે આવી પહોંચ્યો, પરંતુ શીધ્રતાથી તે નગરમાં પ્રવેશ કરી શક્યો નહિ, કારણ કે, “કોઈ પણ નવીન મનુષ્ય પુષ્પપુરીમાં આવે અથવા તો પુષ્પપુરીમાંથી જાય, તો તેને અટકાવવો – અને તેના ગમન કે આગમનના કારણના સમાચાર ચન્દ્રગુપ્ત મહારાજ પર્યન્ત પહોંચાડવા, ત્યાર પછી અંદર આવવાની કે બહાર જવાની પરવાનગી મળે, ત્યારે જ તેને જવા કે આવવા દેવો.” એવી કઠિન રાજાજ્ઞા હતી. શાકલાયનને તો મગધરાજને પોતાને જ મળવાનું હતું, એટલે પોતાનું શું કામ છે અને પોતે ક્યાંથી આવ્યો છે, તે સાફ સાફ કહી દેવામાં તેને કશો પણ વાંધો હતો નહિ. તેણે સર્વ યથાસ્થિત કહી સંભળાવ્યું - એટલે એ સમાચાર ચન્દ્રગુપ્તને પહોંચાડવામાં આવ્યા અને તત્કાળ તેને નગરમાં આવવાની આજ્ઞા મળી.

શાકલાયને અંદર જઇને પોતાના દૂત તરીકેના કર્તવ્યને કેવી રીતે પાર પાડ્યું અને તેને લીધે બીજા શા શા બનાવો બન્યા, એ સઘળું હવે પછીના પ્રકરણમાં વાંચવામાં આવશે.



પ્રકરણ ૩૮ મું.
સંવાહક.

શાકલાયન પોતે કાંઈ ચતુરતામાં ન્યૂન હોય, તેવો બ્રાહ્મણ હતો નહિ. પોતે સલૂક્ષસ અને મલયકેતુના દૂતનું કર્મ કરવા માટે તો ખાસ આવેલો જ હતો. પરંતુ એટલું જ કાર્ય કરીને ચાલ્યા જવાનો તેનો વિચાર હતો નહિ. ધનાનન્દ જેવા રાજાનો અને તેના કુળનો નાશ કરીને સિંહાસન પર આરૂઢ થનાર ચન્દ્રગુપ્ત વિશે લોકોનો શો અભિપ્રાય છે, એ પણ જાણી લેવું અને તે જાણી લેવા માટે પોતાને સમય મળી શકે, એટલા માટે