પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આ છોકરો કોનો છે ?
૧૧૧
 

એટલી શાહી બગાડી એમાં મેં એનું કેટલું બગાડ્યું ?

હું ચિત્રોની એક ચોપડી જોતો હતો. નાનો રસિક હસતો હસતો આવ્યો ને ચોપડી ખેંચી કહે: “બા બોલાવે છે, ચાલો, ઝટ બોલાવે છે.”

ચોપડી ખેંચાઈને ચિત્ર ફાટ્યું હું ચિડાઈ ગયો. મેં કહ્યું: “ જા નથી આવતો, કેવો જંગલી છે.”

રસિક રડતો રડતો નાસી જ ગયો. એની બા પાસે જઈને રડી ઊઠ્યો ને રડતો રડતો એના ખોળામાં સૂઈ ગયો.

બાએ મને ન જ બોલાવ્યો; એણે મારી ધમકીનો અવાજ સાંભળ્યો હશે.

હું મોડેથી રસોડામાં ગયો. રસિક ઊંઘતો હતો; એની બાનું મોં પડી ગયું હતું. રસિકના ગાલ પરના આસુંના લીટા સુકાઈ ગયેલા તગતગતા હતા.

મને શરમ આવી ગઈ. મન થયું: “ચિત્ર ફાટ્યું તે તો ફાટ્યું જ હતું, પણ આ બાળકના ગાલનું ચુત્ર કાઢી એની કોઈ વાર્તા લખે તો ?”

: ૭૭ :
આ છોકરો કોનો છે ?


આ છોકરો કોનો છે ?

આમ છે તો કતડિયા જેવો. આંખ મારકણી છે. પગની પીંડીઓ ભરેલી છે. જે સોંપે છે તે કામ ઝટઝટ કરે છે.