પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
આ તે શી માથાફોડ
 

“હા, પણ મેં ચંપકલાલને ત્યાં જવાનું વચન આપ્યું છે.”

“પણ અમને ય તમે વચન જ આપ્યું હતું ના ?”

“પણ ચંપકલાલને માઠું લાગે.”

“પણ ત્યારે અમને ?”

“પણ આપેલું વચન પાળવું જોઈને ના ?”

“પણ ત્યારે અમને આપેલું વચન તોડાય ?”

“પણ ચંપકલાલનું ?”

“પણ અમે ?”

: ૭૯ :
ચંપાને શિક્ષણ

મહેમાન આવવાના હતા. બા અને બાપાઅએ વિચર્યુ:

“આવશે ત્યારે રસોઇ પાણી કરશું. વખતે ન આવે તો ?”

નોકરે વિચાર્યુ. “આવ્યા પછી પાણી ગરમ મૂકશું આવ્યા પછી કેટલી વાર ?”

પણ નાની ચંપા તો મહેમાન આવવાના છે એવી ખબર પડી કે તુરત જ બાગમાં ગઈ ને ફૂલો લઈ આવી. બીજું બધું કામ બાજુએ મૂકી હાર ગૂંથવા બેઠી. હાર ગૂંથતી જાય ને મનમાં મહેમાનના વિચાર કરતી જાય. મહેમાન ન આવ્યા. બધાં કહે:

“નકામો વખત ગુમાવ્યો. નકામાં ફૂલો બગાડ્યાં”

ચંપા મૂરખ લાગે છે ?