પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
આ તે શી માથાફોડ
 

અને કોને ન દેવાય એ જ ખબર ન પડે. ભિખરીને મોઢે વળી ઘી શું ?”

ચંપાને અક્કલ નથી ?

પાડોશમાંથી જીવીબેનની દીકરી રસુ ચા લેવા આવી. બા એંઠવાડ કાઢતાં હતાં. મોટો ભાઇ લેસન કરતો હતો ને નાની બેન તો હજી ભૂખી હતી. બાએ બાપુને કહ્યું: “એ આ રસીલાને ચા આપજો, પેલા નાના ડબ્બામાંથી.”

બાપુ કહે: “આ આવ્યો, જરા દાતણ કાઢીને.”

પણ ત્યાં તો ચંપા ત્યાં જ ઊભી જ હતી. એણે મોટો ડબ્બો લીધો ને વાટકી ભરીને ચા આપી ને કહ્યું: “લે, બે દિવસ ચાલશે. આ ચા સારી થાય છે.” બા તો સામેજ જોઇ રહ્યા ! રસુ ઊભી હતી એટલે શું બોલે ? બાપુ આવ્યા એટલે કહે: “આ ચંપાને કશી વાતનું ભાન જ નથી ! ચપટીક ચાને ઠેકાણે વાટકી ભરીને આપી !”

ચંપાને ભાન છે કે નહિ ?

ચંપાને ત્યાં સુમતિની બા અને સુમતિ બન્ને કાંઇક કામ હશે તો રાત રહેલાં. એકાએક રોકઈ ગયેલાં એટલે સાથે કપડાં નહિ લાવેલાં. સવારે નાહીધોઇને એમણે પહેરવું શું ? ચંપાની બાએ સુમતિની બાને એક સાડલો નાહવા માટે આપ્યો ને કહ્યું: 'તમે તમારો સાડલો પહેરી લેશો તો ઠીક પડશે. “પણ ચંપા કહે: “સુમતી, તું તો આજે નાહીને મારાં ઘાઘરીપોલકું પહેરીને જ ઘેર જજે. કાલે મોકલાવી દેજે. “બા કહે: “ચંપા, સુમતિને કંઇક નહવા દેને ? નાહીને એનાં પહેરી