પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
આ તે શી માથાફોડ
 

લક્ષ્મી કહે: “બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”

“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”

“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”

: ૧૮ :
એ બા, ધોવરાવને ?

“એ બા, બા ! હું પાયખાને જઈ આવ્યો છું: ધોવરાવને ?”

“હવે તે કેટલા દિ' ધોવરાવું ? આવડો મોટો ઢાંઢો થયો તો યે હાથે ધોતાં ન આવડ્યું ?”

“તું કહે તો મારી મેળાએ ધોઉં.”

“શું કહું તારી હોળી ? રોયા ધોતાં અવાડે ત્યારેને ?”

“પણ ધોવા ન દે, ને કેવી રીતે આવડે ?”

“પણ આવડે તો ધોવા દઉંને ?”

×××

આવી રકઝક કેટલીયે બાબતો પર માબાપો ને બાળકો વચ્ચે ચાલે છે.

પ્રથમ માબાપો છોકરાને હાથે કામ કરવા દેતાં નથી, અને તેથી તેમને તેમનું કામ કરવું પડે છે. છોકરું મોટું થાય છે, ને કામ આવડ્યા વિનાનું રહે છે, માબાપને તેની બળતરા થાય છે. આપણને થાય છે: “છોકરું આવડું