પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
આ તે શી માથાફોડ
 

હું ગલૂડિયે રામતો હતો. બા કહે : “એની સાથે ન રમ; એ કરડકણું છે.”

હું મંછા ભેગો રમતો હતો. બાપા મને કહે : “હમણા એની ભેગો ન રમ; એને ખસ થઈ છે.”

હું શાક સુધારવા જતો હતો મોટી બેન કહે : “એ છરીએ ન સુધારતો; એ તાજી સજાવેલી છે.”

હું જોડા ગોઠવવા બેઠો. કાકા કહે : “હમણાં ન ગોઠગતો; નહાતી વખતે ગોઠવજે.”

: ૩૧ :
બાપુપાસે જવું છે


નાના કાકા: “ભઈ, હવે રાગડો તાણતો રહીશ ? ત્યાં તને તે કાંઈ કચેરીમાં લઈ જાય છે કે ? ત્યાં કચેરીમાં છોકરાંનું શું દાટ્યું હોય ?”

“એં...એં...એં...મારે બાપુ પાસે જાવું છે. એં...એં...એં...!”

નાના કાકા :“છાનો રે'છે કે નહિ ? હું વાંચુ છું તે મને ગડબડ થાય છે. ચુપ !”

નાની કાકી : “એમ એને ન થાય. છોકરું છે તે રડે. ભઈજી સાથે લઈ ગયા હોત તો શું થાત ? ત્યાં બેઠું બેઠું રમત.”

“લે રાખ, બહુ ડહાપણ છે તે.”