પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તારી મદદ નો’તી જો’તી
૮૧
 

પોતાની નાની ગોદડી ઊપાડીને ચાલી; ગોદડી એણે જેમ તેમ કરી માથે મૂકી હતી.

મને થયું કે તેનાથી નહિ ઊપડે ને ડોક વળી જશે. મેં ગોદડી લઈ લીધી ને મનને સારું લાગ્યું. મને થયું કે નાના બાળકથી આવું ન થઈ શકે.

સુબજી થંભી ગઈ. વીલે મોંએ બા પાસે જઈને બેસી ગઈ. એ મૂંગી મૂંગી બોલતી હોય એમ લાગ્યું કે “મારાથી તે ઊપડતું હતું. મારે તે ઉપાડવું હતું. મારે તમારી મદદ નો'તી જો'તી.”

બે વરસનો ભૂલુ ઘૂંટણભર ચાલતો થયો હતો. દિવસ બધો ચાલ ચાલ જ કર્યા કરે. આખું ઘર કેટલી યે વાર ફરી વળે.

એક વાર તે ખુરશી પાસે આવ્યો. લંબાઈને તે તેનો ટેકો લેવા માંડ્યો. એક વાર ખુરશીને ન અંબાયું ને જરાક ખસી પડ્યો; કાંઈ વાગ્યું ન હતું. પાછો ઊભો થયો ને ખુરશી પકડવા ગયો. ફરી ખસી પડ્યો. કાંઈ વાગ્યું ન હતું. પાછો ઊભો થયો ને ખુરશી પકડવા ગયો.

મને થયું કે તેને ખુરશી પર ચડવું છે; ક્યારનો ઉતાવળો થાય છે. ચાલને ઉપાડીને બેસારી દઉં! મેં તેને ઉપાડીને ખુરશી પર બેસાડ્યો.

ભૂલુએ મોં ચડાવ્યું. ખુરશી પરથી લપસી તે નીચે આવ્યો ને પોતે ચડતો હતો તેમ પાછો ચડવા લાગ્યો, ને