પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈએ. ક્રિયા ગમવી જોઈએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતિ મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઊંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનો થયો છે તેટલો ઘર્ષણ સ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સૂચવ્યાં છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો એટાલે પરિણામને વિશે અનુભવથી કંઈ લખી નથી શક્તો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઈ શકાય છે. તેથી શાંતિ તો વળશે જ. માણસ આ ઇન્દ્રિયનીએ સફાઈ ઉપર બહુ ઓછું ધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઇન્દ્રિય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘૂમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પૂરી જરૂર છે. ઈન્દ્રિયના આવા સદુપયોગથી, એને વિશે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે. આસપાસના તંતુઓ મજબૂત અને શાંત થાય છે; અને ઇન્દ્રિય વાટે ફોકટ વીર્યસ્ત્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્ત્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વિશે મનમાં અણગમો પેદા થાય છે, - થવો જોઈએ.

આ બે ખાસ ક્યુનેના સ્નાન કહીએ. ત્રીજું કેટલેક અંશે એવી જ અસર પેદા કરનારું ચાદરસ્નાન છે. તાવ આવતો હોય અથવા જેને નિદ્રા કેમેય ન આવતી હોય તેને આ સ્નાન ઉપયોગિ છે.

ખાટલા ઉપર બે-ત્રણ ઊની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જાડી સુતરાઉ ચાદર, - જેવો કે જાડી ખાદીનો ચોફાળ - પાથરવી; તેને ઢંડા પાણીમાં બોળી ખૂબ