પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫ આત્માના આલાપ તારી મરજી ! કદાચ તારા સુમધુર – મીઠા સૂરને કારણે આ કાવ્ય મહાકાવ્ય બની શકે, ગા તે – રાજારામને કહ્યું. તેના શબ્દ ફળ્યા. તેના મીઠા સુમધુર સૂરે એ કાવ્યને મહાકાવ્યની કેટીમાં મૂકી દીધું. “ગાઈ ગાઈને ક્ષધિત થયેલ ટહુકો –એ છેલ્લી પંક્તિ ગાઈ રહી હતી ત્યારે કરુણ આલાપથી ગવાયેલું તે કાવ્ય આત્માને સુધાતુર બનાવી ગયું. એ દિવસે એ ગીત રાજારામને ડાયરીમાં નોંધી લીધું. બીજે દિવસે સવારે રાજારામન અને મુતિરુલપન આશ્રમમાં જઈને પ્રહદીશ્વરનને મળ્યા. એ વાડીને અત્યારે આખે દેખાવ જ ફરી ગયા હતા. એ વાડીની આજુબાજુ આવેલાં ગામનાં લેકમાં અહીં કોઈ ગાંધીવાદીએ આવીને શાળા ચલાવે છે – એટલું બધું ગૌરવ અપાવતી વાત પ્રસરી ગઈ હતી. આંબાઓની વચ્ચે પણ શાળાઓ જેવાં છાપરાં દેખાતાં હતાં. કમળના તળાવની પાસે ચબૂક તરા પર પ્રહદીશ્વરને વિદ્યાર્થીઓને હારબંધ પંક્તિમાં ગોઠવીને ભારતીયારનું ગીત “સફેદ કમળમાં ' ગવડાવીને પ્રાર્થના કરતા હતા એ સમયે તેઓ ત્યાં જઈ પહોંચ્યા. પ્રહદીશ્વરને ભેટીને તેઓને આવકાર આપે અને વિદ્યાર્થીઓને તેમને પરિચય આપે. પિતાના મનમાં જે વિચાર અને કલ્પના રમી રહ્યાં હતાં તેને સાકાર બનેલાં જયાં ત્યારે રાજારામનના હર્ષનો પાર ન રહ્યો. ગાંધીવાદના પાયાને અનુલક્ષીને પ્રહદીશ્વરને રાષ્ટ્રિય કેળવણી અંગે આજન કર્યું હતું. તેમના સિવાય બીજા બેત્રણ કાર્યકરે આશ્રમમાં રહેતા હતા. આશ્રમ માટેની જરૂરિયાતની વસ્તુઓ અને અન્ન બધુ આશ્રમમાં ઉત્પન કરવામાં આવતું હતું. ચારપાંચ ગાયે, મધ માટે મધમાખીઓને ઉછેર વગેરેની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકે ભેગા મળીને સ્વયં પાક કરતા હતા. એક જ પંક્તિમાં બેસીને, ગીતોની રમઝટ વચ્ચે વ્યવસ્થિત રીતે તેઓ ભોજન લેતા હતા. ભેજગ્રહ પ્રાર્થનાખંડ જેટલું જ સુંદર અને વ્યવસ્થિત હતું. એક

  • . :
-