પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ - ૧૬ વિગતે જાણીને એકવીસ દિવસના ઉપવાસ કરીને અસ્વસ્થ બની ગયેલ મહાત્મા ગાંધીનું સ્વાથ્ય દિવસે દિવસે વધુ કથળતું ગયું. આથી સાથીદારોને ચિંતા થઈ. પહેલાં વેલૂર, કડલૂર અને ત્રિચિ જેલમાં રાજારામનને મિત્રો મળવા આવતા હતા તે અહીં અમરાવતીમાં મળવા કેઈ આવતા ન હતા. પત્ર લખાય જ નહિ અને આવે એ આપવામાં આવતા નહિ. આંખે પાટા બાંધીને જંગલમાં છોડી મૂક્યા હોય એવું અહીં તેને લાગતું હતું. આટલી બધી કડક વ્યવસ્થા હેવા છતાં મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાના મરણના સમાચાર સાંભળ્યા ત્યારે રાજારામનની આંખ ભીની થઈ ગઈ. બધા જ દેશપ્રેમીઓને આઘાત પહોંચે એવા આ સમાચાર હતા. ગામ માટે, મદુરમ માટે, આશ્રમ માટે, મિત્રે માટે, વયનાલય માટે, રનવેલ સનીના સ્વાશ્વના સમાચાર ન આવવાથી, ફળ જોઈને ભૂખ્યાની જે સ્થિતિ થાય તેવી સ્થિતિ રાજારામનની હતી. દિવસો અત્યંત મંદ ગતિએ પસાર થતા હોવાથી જેલવાસ તેને અત્યંત કઠો. જેલમાં દરરોજ સાંજે તેને માથાને આદાશીશીને દુખાવે થતાં તેની રાતની ઊંઘ હરામ થઈ ગઈ. સારી સારવાર માટે જેલરે વ્યવસ્થા કરી આપી નહિ. માથાના દુખાવાની વેદના તેને માટે નરક વેદના જેવી થઈ પડી. આથી એક મિત્રે વડરને આજીજી કરીને ડું ગરમ પાણી મેળવી તેમાં પલાળીને પાણીના પિતા તેના કપાળ પર મૂકડ્યાં. નરકની વેદના જે તે માથાને દુખાવો ઊપડતા ત્યારે આ એક સામાન્ય સારવાર તેને મળતી. પહેલાં મદુરમે કપાળ પર લેબાનનો લેપ કર્યો હતો એ સમતિ આ માથાના દુઃખાવા વખતે થઈ આવતી અને મનને દુઃખી કરતી. પરિચિત, સ્વજન કેઈ પાસે - તે હેવાથી એકલતાના દુઃખમાં તે દિવસે દિવસે ગળવા લાગ્યા. કે ૧૧ . .