પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૯૩ કરતાં અશ્રુ જ શુદ્ધ પ્રેમને વ્યક્ત કરે છે. આ બંને આ ઉક્તિનું -જવલંત ઉદાહરણ હતાં. જમીનદારનો ગ્રીષ્મઋતુને બંગલે હતા તે સ્થળ અતિ મને - ૨મ્ય હતું, પશ્ચિમે અત્યંત નજીક પર્વતની હારમાળા, પૂર્વ, ઉત્તર અને દક્ષિણના ઢોળાવવાળી જમીન પરની વાડીની વચ્ચે ટેકરી પર આ બંગલે આવેલ હતો. તબિયતમાં સહેજ સુધારો થયા પછી, રાજારામન ફરવા જતો ત્યારે સવારજ મદુરમને પણ સાથે લઈ જ. મદુરમને ધીરે ધીરે ઉત્સાહ વધતા જતા હતા. ડૉકટર મદુરૈથી આવજા કરતા હતા. એક દિવસ બપોરે જમીનદારનાં પત્ની કોઈ કાર્યવસાત નાગમંગલમ ગામમાં ગયાં. રસોઈયા પાસે બધું મંગાવીને મદુરએ રાજારામનને પીરસ્યું. તે જમીને ઊભે થઈ હાથ ધોઈ આવીને જોયું તે પિતે જે પાનમાં જ હતું તે જ પાન પર મધુરમ જમવા બેઠી હતી. બધી ખાદ્ય સામગ્રી હાથ લાંબે કરીને લઈ શકાય એટલી નજીક મૂકીને, તે પિતે જ ભાણામાં લઈને જમતી હતી. રાજારામને તેની પાસે બેસીને પીરસવામાં તેને મદદ કરી. પાન માટે હસતાં હસતાં ધીરેથી તેણે પ્રશ્ન કર્યો ત્યારે મદુરમે શરમના માર્યા તેની તરફ જોયું નહિ, યુગના યુગથી, કન્યા તરીકે રહેલી તે અત્યારે પરણવા માટે તત્પર થયેલી તેને જણાઈ. એ દિવસે બપોરે પેટીમાંથી બંગડીઓ કાઢીને તેણે પહેરી. સાંજે ફરવા જતાં પહેલાં માથું આળીને તેણે વેણી ગૂથી, એ દિવસે રાજારામન તેને ઝરણાના કિનારા સુધી ફરવા લઈ ગયો. વર્ષાઋતુ પૂરી થઈ હેવાથી એ દિવસે અસાધારણ તડકે નીકળ્યું હતું. લીલી જાજમ બિછાવી હોય એ રીતે, સહેજ પણ જમીન ન દેખાય તેમ પર્વતના ઢોળાવ પર ઘાસ “ઉગ્યું હતું. ઝરણમાં પાણી ઓછું હોવા છતાં સાંજના સુરજને પ્રકાશ મેહક હતો. પક્ષીઓને ચહચહાટ, ઝરણાને ખળખળ વહેતાં

'.

  • *