શૈત્યાર્થ ચંદન સમો ન ઉપાય બીજો
જો બંગલો સકળ ચંદનનો કરાય
ઉષ્મા ન ગ્રીષ્મ તણી તો જરીએ જણાય
હા, યોગ્ય એ જરૂર ઉષ્ણદિને ઉપાય
મંગાવી ચંદન કરો જ્યમ શીઘ્ર થાય
આજ્ઞા સ્વીકારી સચિવે ઝટ કાર્ય કીધું
દૈ મૂલ્ય વૈશ્ય તણું ચંદન સર્વ લીધું
(અનુષ્ટુભ્)
બનાવી બંગલો આપ્યો ભૂપ ભાળી ખુશી થયો
બેઉના સ્વાન્તને શાંતિ આપી એ સચિવે અહો
(શાર્દૂલવિક્રીડિત)
વેચી ચંદન ભૂપને વણિક એ આપે ઘણી આશિષો
રાજાના ઉરમાં ય એ સમયથી ના ક્રોધ કાંઈ રહ્યો
જાણી એ પલટો કશો હ્રદયનો રાજા શક્યો અંતરે
તોએ કારણ એહનું ઉર વિષે આવ્યું કશું ના અરે
(શિખરિણી)
શક્યો જાણી સાચું સચિવ હ્રદયે કારણ બધું
અને સંતોષે એ હ્રદય સહજે એમ ઉચ્ચર્યું
શકે છે સર્વેનાં હ્રદય અવલોકી હ્રદયને
વિના પ્રીતિ ક્યાંથી ઈતર ઉરમાં પ્રેમ પ્રકટે
પ્રજા પાળે છે નૃપતિ નિજ સંતાન સમજી
અને એની દ્રષ્ટિ સહુ ઉપર સ્નેહામૃત ભરી
પરંતુ જે પાપી અહિત કંઈ એનું ઉર ચહે
પછી પ્રીતિ ક્યાંથી નૃપહ્રદયમાં એ પર રહે
પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૨૨
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે