ઇન્દ્રિય -અતીત સદૈવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨.
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે;
ને જ્ઞેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩.
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિ — એ માન્યતા છે જેહને,
તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪.
જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
ને અધિક જ્ઞાનથી હોય તો વણ જ્ઞાન કયમ જાણે અરે? ૨૫.
છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે,
જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬.
છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે,
તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭.
છે ‘જ્ઞાની’ જ્ઞાનસ્વભાવ, અર્થો જ્ઞેયરૂપ છે ‘જ્ઞાની’ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮.
જ્ઞેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને
નિત્યે અતીંદ્રિય આતમા, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯.
જ્યમ દૂધમાં સ્થિત ઇન્દ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦.
નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ -ગત પણ નહીં,
ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.
પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે;
દેખે અને જાણે નિઃશેષે સર્વત: તે સર્વને. ૩૨.
પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૩૧
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે