પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



મેઘ ને


અરદેશર ખબરદાર

ઓ મેઘ ! વૃષ્ટી લાવજે,
તુજ રેલ અહીં રેલાવજે,
ગડગડ ગડગડ કરી
ભડભડ ભડભડ ભરી,
રણવાદ્ય તુજ વગડાવજે ! -

ધરણી વિશે કંઇ તાપના સંતાપ છે,
પૂંઠે પડ્યા મનહરમુખી કંઇ પાપ છે,
એ સર્વને તુજ રેલમાં ઘસડી જઇ હોમાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
દૂર દૂર સર્વ એ વ્હેવડાવજે !

આકાશને સહુ છાઇ દે,
તુજ સફળ દળની વધાઇ દે;
સરસર સરી,
રસરસ ઝરી,
જગને અમીરસ પાઇ દે!

નિર્દોષ કંઇ જગબાળકો અથડાય છે,
જીવન નીરસ ગણીને નિરાશ જ થાય છે.
તું તેમના ઉર છાઇને આશા નવી અંકાવજે
ઓ મેઘ કર કર વૃષ્ટી !
રસરસ અંતરે ઉછળાવજે !