પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તુજ બાણ રંગીન તાણજે,
મહીં રંગ હસતા આણજે;
દિનકર તણા
મુખ સપ્તના
હયના ખૂંખાર પ્રમાણજે,

શુધ્ધ પ્રેમને જગમાં હું જોઉં રીબતો,
બહુ શોક ઘેરા રંગમાં ડૂબી જતો;
એ પ્રેમમાં તુજ બાણના રંગો મુદ્રિત રંગાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
તુજ શીત હાસ્ય માંહી હસાવજે !

તુજ દાન દેતો ઘૂમીને,
કર તૃપ્ત ભૂખી ભૂમીને,
સહુ ભય હરી
જય જય કરી
ઉર ઠારશે પદ ચૂમીને !

ભૂખ્યાં ભૂખ્યાં આ જગતનાં બહુ માનવી,
તૃષ્ણા ઉંડી અતી વિકટ છે સહુ જાણવી;
જરી વેળ પણ તું તેમની ઉંડી ભૂખને ભુલાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
જય જય તારી ત્યાં ઉચરાવજે !

અધિ ! કૂદતો કંઇ આવજે !
ભર સિંધુને ઉછળાવજે !
જળપૂરમાં
ખૂબ શૂરમાં
નદીને જરા દોડાવજે