લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ દેશનું વીરત્વ મંદ પડી ગયું,
અડ્યું તેજ, કાળ પ્રહાર સહી જ રડી રહ્યું,
તેને જગાવી, મંત્ર ફૂંકી ઉર્મિઓ ઉકળાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
હર હર વીરહાક પડાવજે !

જળધોધ તારા ડોળતો
પડ ગ્રીષ્મને ચગદોળતો
નભ ભરી નીરે,
તુજ રીપુ શીરે
નાચી રહે રણ રોળતો !-

જૂઠાં કલહ ને કપટ આ સંસારમાં,
વળી ક્રુરતા ને દ્વેષ કંઇ નરનારમાં,
એ સર્વ સુખરિપુને જગતમાંથી હરાવી હઠાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
સૌ તુજ ધોધમાં વ્હેવડાવજે !

ઓ મેઘ ! વૃષ્ટી લાવજે !
પશુપંખીને હરખાવજે !
તુજ સ્વ ભરી
છલછલ કરી
ઉર ગાનમાં છલકાવજે !-

કવિ અંતરે કદી રુક્ષતા આવી વસે,
નીરસ કદરહીણ જગતથી મંદ જ થશે;
તેને ફરી તું જગાવીને તુજ ગાન પાન કરાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
તુજશું કલ્પના વ્હેવડાવજે !