લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રસધર ! અતુર આકાશથી !
રમીએ અહીં ઉલ્લાસથી,
જગ અણદીઠા,
અદભુત મીઠા,
કંઇ ખેલ રાસવિલાસથી !

મુજ હ્રદયને ચમકારથી ચમકાવી દે !
રસ દિવ્યધામ થકી ઉંડો મધુ લાવી દે !
રે આવ ! કૂદીએ નાચીએ !
કંઇ વિવિધ ભાવ જગાવીએ !
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
જગને રસરસે નવડાવીએ.