લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંખો ફાટી, છાતી નીસરી, કરતા ખૂબ ખૂંખારા,
હીંડે ઊછળતા ઘોડલા, શાહજન થઈ સારા.

ટટ્ટુઓ ટગુમગુ ચાલતા, પૂઠે ગરીબ ગધેડા.
હા જી, હા જી, કરી હીંડતા ડીફાં વિના અતેડા.

હારોહાર હજારો આ, માંહોમંહે લપાતા;
કોણ આવે કામળ ઓઢીને? એ તો ગાડર માતા.

પિત્રાઈઓ વેવાઈના, એને અક્કલ ન કોડી,
આડાઅવળા એકેકની પૂઠે જાય જો દોડી.

બકરા તો વરના બાપ છે, હોય એનું શું લેખું!
શું સાગર શિંગડા તણો, હું તે આજે આ દેખું!

વરનો તે ઘોડો આવિયો, વાજે વાજાં વિલાતી,
ભેર, ભૂગળ ને ઝાંઝરી, ભેગું ભરડતી જાતી.

વરરાજા બે માસનું બાલ બેં બેં કરતું,
ઝડપાયું ઝટ ઝોળીમાં, મન માડીનું ડરતું.

મંગળ બકરી માઈ તો ગાય હરખી હરખી,
જોડે જાંદરણી ઘણીની કાઢે જોવા જ સરખી.

બકરી બાઈ એ નાતની ને બીજી ઘણીઓ-
આણી આડૂશપાડોશણો, બાઈપણી બેનપણીઓ.

ભેંસ, ભુંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી,
ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી.