આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વાંદરીઓ નથી વીસર્યાં; દસ-વીસ આ કૂદે!
માથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે.
કોઈ બેં બેં, કોઈ ભેં ભેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું,
કોઈ ચૂં ચૂં, મ્યાઉં મ્યાઉં કરે, વેર વાળે કોઈ કૂડું.
હાકહૂક કરતી વાંદરી, જો જો નાચે છે કેવી!
ધન ધન બકરી! ન કોઈની, જાન તારા તો જેવી!
ચારપગાંની જાન આ, જોડી બેપગા સારુ;
સમજે તો સાર નવલ બહુ, નહીં તો હસવું વારુ.