પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
અકબર ચરિત્ર.

319 અકબર ચરિત્ર. કારણુથી કહેતા. અને એ જમા આપવાથી માહમઅં અને મુનીમ ખાન નારાજી થયા. આ વરસના પાછલા ભાગમાં પાદશાહ, કુતુબ એલિયાની બરની જાત્રા કરવા નીકળ્યા. સાંભર (જયપુર) પાંચ્યા તેવારે ત્યાંના રાજા બિદ્યારીમલે સામા તેડવા આવી શાહને બહુ માન દીધું. અ- ખરે તેને પોતાના મુખ્ય સરદારામાં દાખલ કર્યું, અને તેની કુંવરી વેરે લગ્ન કર્યાં. પાશાહની સેવામાં એમ દાખલ થવાની અને પાદ- શાહી કુટુંબોડે લગ્ન વહેવાર કરવાની એણે પેહેલ કરી. પુરાણુ, રૂપસિંહ, અશ્કરણુ, અને જગમલ નામે અને ચાર ભાઈ હતા. અને ભગવાનદાસ, જગન્નાથ, અને સહ્લાદી નામે ત્રણ કુંવર હતા. એમણે કુંવર પાદશાહી ફેજમાં મેટા અમલદાર થયા. ભગવાનદાસે એકવાર પોતાના જીવને જોખમમાં નાંખી અકબ્રૂ- રને પ્રાણુ ઉગયા હતેા; અને તેને કુંવર માનસિંદ્ધ પાદસાડી સેવામાં બહુ પ્રખ્યાત થઇ મેટામાં મેટી પદવી પામ્યા. એ કુછવાતા કુળના રાજપુત્ર હતા. સાંભરથી સરકાર સ્વારી અજમેર ગઈ અને ત્યાં જઈ અકબરે મીરાં શરઝુદીન હુસેનને ત્યાંથી વીશ કાશપર આવેલા મીત્રો (ભીરથ) જીતવાને મેકલ્યા, ત્યાર કૅડૅ શાહે પાછા આગે સિધાવ્યા, અજમેરથી આગ્રા ૧૨૦ કાશ છતાં ત્રીજે દિવસે ત્યાં પહેાંચ્યા. ૭ મું વરસ. માર્ચે ઇ. સ. ૧૫૬૨,—મીર્દીગઢમાં રાજા માલ- વદેવની વતી તેને સામત જયમલદેવ અમલ કરતા હતા. તે ઘણી બહ્રાદુરીથી સામે થયે; પણ અંતે જયની આશા ન રહેવાથી તેણે કહાવ્યું કે અમારા ધાડા અને હૃથિયાર સહિત નીકળી જવા દે તે ગઢ ખાલી કરીએ. બીજી તમામ મિલ્કત અંદર રહેવા દેવાની શરતે મુગલ સરદારે તે કહેણ સ્વીકાર્યું. એ કરાર પ્રમાણે જયમલે તેની ટૂકડી સહિત કિલ્લાના દરવાજા ઉધાડી ચાલવા માંડયું; પણ તેના હાથ નીચેના દેવદાસ નામે એક ઠાકારને એ ગમ્યું નહિ. તેણે પાછળ રહી ગઢમાંને સધળે। માલ સળગાવી દીધા, અને ત્યારપછી પોતાના યોદ્ધા સાથે તે બહાર આવ્યો. પાદશાહી ફોજે તેના ઉપર હુમલા કર્યા તેમાં બંને પક્ષના ભ્રામાહા તથા દેવદાસ રણમાં પડ્યા ત્યારે ગઢ જીતાયા.