પૃષ્ઠ:Akbar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.


જીંદગીમાં પ્રવેશ કર્યો અને તેની વિજયાસક્તિનો અંત તેની જીંદગી સાથેજ આવ્યો. તેણે ટીબેટ પર્વતો–દક્ષિણમાં સિંધુ અને મકરાન અને ઉત્તરમાં સાઈબીરીયાની વચમાં આવેલા મુગલીસ્તાન ઉપર–તથા જેગ્ઝાટીંઝના નીચાણના પ્રવાહની ઉત્તરનો મુલક–આરલ સમુદ્ર, ડોન અને વોલ્ગા નદીના ઉમદા પ્રદેશ સહિત કાસ્પીયન સમુદ્ર અને યુગ્ઝાઈનના પ્રદેશના કેટલાક ભાગો–ઉપર–એટલે કીપચક ઉપર પોતાની સત્તા સ્થાપી. તેણે હિંદુસ્તાન જીત્યું અને ડાર્ડનલ્સ અને દિષ્ટી વચ્ચેના મુલકના તમામ લોકોમાં પોતાના બળે આણ વર્તાવી. સને ૧૪૦૫ ની અઢારમી ફેબ્રુઆરીને દિવસે જ્યારે તે મરી ગયો ત્યારે દુનીઆમાં કોઈ દિવસ પણ નહિ થવા પામેલું એવું એક મોટામાં મોટું રાજ્ય તે મૂકી ગયો.

તેના મરણ પછી તેનું રાજ્ય જલદીથી છિન્નભિન્ન થઈ ગયું. અને તેના પ્રપ્રૌત્ર બુસૈદે તેમાંના કેટલાક ભાગનું ફરીથી બંધારણ કર્યું તોપણ અર્દિબીલ અગાડીના પર્વતોના સાંકડા રસ્તાઓમાં ઓચિંતો સપડાયાથી નિપજેલા આ બાદશાહના મરણથી અને તેના લશ્કરના પરાભવથી તેટલા રાજ્યના પણ તેના કુંવરો વચ્ચે પાછા તરતજ વિભાગ પડ્યા. આમાંના ઉમર શેખ મીરઝા નામના ત્રીજા કુંવરના ભાગમાં ફરઘાનાનો મુલક આવ્યો. જેનું બીજું નામ–રાજધાનીના શહેર ઉપરથી ખોકંદ પણ હતું.

આ ઉમરશૈખ તે બાબરનો પિતા થાય. તે રાજ્યલોભવાળો અને મુલક વધારવાના નિશ્ચયવાળો હતો. પણ તેના કુટુંબના બીજા શાહજાદાઓને પણ તેવોજ લોભ હતો અને જ્યારે એક અકસ્માતના પરિણામે સને ૧૪૯૪ માં એ મરણ પામ્યો ત્યારે પોતે જેમાં રાજધાની કરી હતી તે અબસી નામના કીલ્લાને ઘેરો ઘાલેલો હોવાથી તે પણ કેદજ હતો.

આ વખતે તરતજ બાર વર્ષની વયે પહોંચેલા તેના પાટવી કુંવર બાબર અબસીથી છત્રીસ માઈલ દૂર અંદીજાન અગાડી પડેલો હતો. શત્રુઓ તે શહેર ઉપર વધ્યા આવતા હતા. બાબરે તેનો બાપ મરી ગયો તેને વળતે દિવસે (જુનની ૯ મી તારીખે ) કીલ્લાનો કબજો કર્યો અને ચઢી આવનાર સાથે ભાંજગડ કરાવવી શરૂ કરી. શત્રુઓના સૈન્યમાં અદેખાઈ અને કુસંપ