પૃષ્ઠ:Akbar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકબર.


નહત તે આ શ્રમથી તેને કાંઈ પણ ફળ થાત નહિ. પણ આ અદેખાઈ અને કુસંપે ફરઘાનાનો જેટલો મુલક અવશેષ રહ્યો હતો તેટલો બધોએ તેને નિર્ભયતાથી અપાવ્યો. પણ ખોજંદ મરઘીનન અને ઉરાત્યુપ એ ત્રણ મોટાં મથક એણે ખોયાં.

શત્રુઓ પાછા ફર્યાને બે વર્ષ થયાં ત્યાં સુધી તો આ કુમાર પોતાની સંપત્તિ દૃઢ કરતો અને લાગ તકાસતો શાન્તિથી બેસી રહ્યો. પછી સમરકંદમાં તોફાન જાગ્યાથી તે વખતના મધ્યમ એશિયાના એ મુખ્ય મથક ઉપર ધસારો કર્યો. સને ૧૪૯૭ ના નવેમ્બરમાં તેણે તે શહેરને વશ થવાની જરૂર પાડી. પણ પોતાના લશ્કરને આડે હાથે લુંટ ચલાવવાની તે રજા ન આપે તેથી તેના હજારો માણસ તેને છોડીને ચાલી નીકળ્યાં તોપણ તે ટકી રહ્યો. અને ફરઘાનાના મુલક ઉપર શત્રુઓ ચડ્યા છે એવા સમાચારે તેને કબજો છોડાવવાની જરૂર પાડી. તે ઉપડવાની તૈયારીમાં હતો ત્યારે સખત મંદવાડે તેને પથારીવશ કર્યો. અને આખરે જ્યારે ફરઘાના પહોંચ્યો ત્યારે તેણે સાંભળ્યું કે તેનું રાજનગર શત્રુને વશ થયું છે. ખરૂં જોતાં આ વખતે તે રાજ્ય વિનાનો રાજા થઈ રહ્યો. તેણે લખ્યું છે કે અંદીજાન બચાવવાને મેં સમરકંદ ખોયું અને હવે મને માલમ પડ્યું કે એકને સાચવી રાખ્યા વિના બીજું ખોયું.

તોપણ તેણે ખંતથી ઉદ્યમ જારી રાખ્યો, કાંઈક ઓછા થએલા મુલકવાળું પણ ફરઘાના પરગણું પાછું મેળવ્યું અને સમરકંદ ઉપર વળી બીજી વાર ધસારો કર્યો. પણ ઉઝબેક લોકોએ તેને ઘેરો ઉઠાવવાની ફરજ પાડી અને તે દરમિયાન શત્રુઓએ તેનો પોતાનો મુલક ચઢાઈઓ કરી જીતી લીધેલો હોવાથી બાબર પોતાની જન્મભૂમિ તરફ પાછો ફર્યો. ઘણાં સાહસો અનુભવીને અને નશીબ સાથે તરફડીયા માર્યા પછી પાસે રહેલા ઘણા થોડા સૈનિકોની મદદથી પાછા ફરી સમરકંદ ઉપર છાપો મારવાનો યત્ન કરવાનો તેણે ઠરાવ કર્યો. આ સાહસ ઘણુંજ જોખમ ભરેલું હતું–કેમકે તેના તમામ સૈન્યની સંખ્યા માત્ર બસેંને ચાળીસ હતી. તેણે ધારેલો યત્ન કર્યો અને સખ્ત હાર ખાધી. ફરીથી તેજ યત્ન નવેસરથી કર્યો અને તેમાં તેને ફતેહ મળી. તે ખરે વખતે