પૃષ્ઠ:Akbar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
અકબર


રાજ્યમાં મુગલ બાદશાહોને માટે એ ગ્રીષ્મનિવાસનું સ્થળ થયું. અહીંયા આગળ આટલું કહી લઈએ કે ખૈબરપાસના મુખ આગળ આવેલા જમરૂદ આગળ પહોંચતાં માનસિંહને ત્યાંના પહાડી લોકોની જોડે એક લડાઈ લડીને જય મેળવવો પડ્યો હતો. આખરે એ કાબુલ પહોંચ્યો અને ત્યાં દૃઢ વ્યવસ્થા કરી. પણ કાબુલીઓ અને બીજા પહાડી જાતિના મુખીઓએ કબરને ફરિયાદ કરી કે રજપૂત રાજાનું રાજ્ય અમને ગમતું નથી તેથી કબરે એને એજ હોદ્દા ઉપર બંગાળામાં મોકલ્યો; અને ત્યાં આ વખતે એક કડક માણસની બહુ જરૂર હતીઃ અને કાબુલમાં એક મુસલમાન મોકલ્યો. એજ વખતે પોતાના એ મુલકની મુલાકાત લેવાનો પોતાનો ઇરાદો કબરે જાહેર કર્યો.

પહેલો એણે સિંધનો કબજો સિદ્ધ કર્યો. (૧૫૮૮) પછી વળતા વરસના વસંતમાં એ કાશ્મીર જવા સારૂ ઉપડ્યો. ભીંમ્બર આગળ પહોંચતાં તેણે શાહજાદા મુરાદની સાથે જનાનો રાખ્યો અને પોતે લાગલગો શ્રીનગર તરફ ઉપડ્યો. આસપાસના પ્રદેશોની મુલાકાત લેતો તે ત્યાં આગળ ચોમાસું બેઠું ત્યાં સુધી રહ્યો. પોતાનું જનાનખાનુ રોતસ મોકલ્યું. અને પંડે પછી કાબુલના રસ્તામાં અટક આગળ તેમને એકઠો થયો. તે રાજધાની આગળ જવાના તમામ પર્વતમાંના રસ્તાઓ ખુલ્લા હતા કેમકે પહાડી લોકોનો વિરોધ શાન્ત પડ્યો હતો. તેથી કબરે અટક આગળ સિન્ધુ નદી ઓળંગી અને ત્યાંથી સહેલ મારતો મારતો કાબુલ પહોંચ્યો. ત્યાં બાગબગીચાઓ તથા બીજી જોવા લાયક જગાઓ જોતો તે બે મહિના રહ્યો. ‘બધી પ્રજાને, સામાન્ય લોકો તેમજ અમીર ઉમરાવોને તેની હાજરીથી લાભ થયો.’ તા. ૧૦ મી નવેમ્બર સને ૧૫૮૯ ને દિવસે જ્યારે રાજા ટોડરમલના મરણના સમાચાર એને મળ્યા ત્યારે તે કાબુલમાંજ હતો. તેજ દિવસે એક બીજો વિશ્વાસુ હિંદુ મિત્ર જયપુરવાળો રાજા ગવાનદાસ પણ મરણ પામ્યો. પછી કાબુલ, ગુજરાત અને જૌનપુરના બંદોબસ્ત માટે કબરે નવી ગોઠવણો કરી અને પછી હિંદુસ્તાન પાછો આવ્યો.

બંગાળાના રાજ્ય માટે એણે ઘણો વખત થયાં ગોઠવણ કર્યાનું ઉપર લખાઈ ગયું છે. રાજધાની તરફ જતાં ૧૫૯૦ ના આરંભમાં તે લાહોર