પૃષ્ઠ:Akbar.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
અકબર


પણ કબરે આવા હેતુથી આગ્રા છોડ્યું છે એ વાત સાંળળતાં જ શાહજાદા લીમના આચાર વિચારમાં ફેર પડ્યો. એનો પિતા એની પાસે ન આવી શક્યો તેથી તેણે પોતેજ થોડાજ અનુચરો સાથે પોતાના પિતાના દરબારમાં જવાનો નિશ્ચય કર્યો. ત્યાં તે તેને પગે પડ્યો. પણ પોતાની રીતભાત સુધારી નહીં; અને તેના પુત્ર શાહજાદા ખુશરૂ સાથેના એના કજીયા કબરના દરબારમાં નિંદાપાત્ર થઈ પડ્યા.

ખરેખર બાદશાહને સંતાનનું સુખ ન આવ્યું. એના બે જીંડવાં પુત્રો નહાનપણમાં મરી ગયા હતા. ત્રીજો, ભૂલમાં પહેલો કહેવાયો તો આ શાહજાદો સલીમ હતો. ચોથા પુત્ર શાહજાદા મુરાદનું ભવિષ્ય આપણે ઉપર કહી ગયા. પાંચમો દાનીયાલ ઉંચો સારા બાંધાનો અને દેખાવડો હતો; ઘોડા અને હાથીનો શોખીન હતો. હિંદુસ્તાની કવિતા બનાવવામાં હુંશીયાર હતો. પણ તે તેના ભાઈ મુરાદવાળા વ્યસનને વશ હતો અને એ જ કારણથી આ વખતે મરણ પામ્યો હતો. કબરે એને વ્યસનમાંથી મુક્ત કરવા પોતાથી બન્યું એટલું કર્યું અને હવે હું છોડી દઈશ એવું વચન પણ એના તરફથી મેળવ્યું હતું. કબરને આના મૃત્યુરૂપી મોટો ઘા વાગ્યો. બાદશાહના પૌત્રો દરબારમાં ઘણા હતા. આમાં સર્વથી વધારે પ્રિય શાહજાદો ખુશરૂ હતો, જે પાછળથી શાહજહાનના ઈલ્કાબે સલીમની ગાદીએ બેઠો.

શાહજાદા દાનીયાલના મરણના અને તે મરણના કારણના સમાચારે બાદશાહને બહુ અસર કરી હોય એમ જણાય છે. તે વખતે તે માંદો હતો અને ત્યારબાદ થોડે વખતે એમ જણાયું કે એના મંદવાડનો ફક્ત એકજ અંત આવશે. એના હજુરી સેવકો વગેરેનાં મન ઉત્તરાધિકારનો વિચાર કરવામાં તરતજ રોકાયાં. એના શાહજાદાઓમાં માત્ર સલીમજ જીવતો હતો પણ અલાહાબાદ આગ્રા અને બીજા ઠેકાણાંની એની વર્તણુકથી અમીર ઉમરાવોના મન એની સાથે ઊંચા થયાં હતાં અને એને પુત્ર શાહજાદો ખુશરૂ અમીરાને મન અકલંકિત કીર્તિવાળો લેખાયેલો હતો. જોધપુરવાળાંના પુત્ર તરીકે શાહજાદો ખુશરૂ રાજા માનસિંહનો અડીને સગો હતો. અને રાજા માનસિંહ રાજ્યનું એક મોટું અંગ હતું. વળી લશ્કરમાં એક અધિકાર ભોગવતા એક મુસલમાન