પૃષ્ઠ:Akbar.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
રાજ્યનો ઇતિહાસ


ઉમરાવની શાહજાદી સાથે એની શાદી થઈ હતી અને તે ઉમરાવ વળી અને કબરની માનીતી ધાત્રીનો પુત્ર હોવાથી રાજ્યકુટુંબ સાથે સંબંધવાળો હતો. આ બે ઉમરાવોએ શાહજાદા સલીમનો નિષેધ કરી શાહજાદા ખુશરૂને ગાદી આપવાના ઉપચારો કરવા માંડ્યા.

આ હેતુ પાર પાડવા માટે કબરનો મંદવાદનો ખાટલો જે મહેલમાં હતો તે મહેલ આગ્રામાં હોવાથી આગ્રાના કિલ્લા ઉપર તેમણે પોતાના જ લશ્કરનું રક્ષણ મૂક્યું. જો આ વખતે કબર મરી ગયો હોત તો માંહોમાંહે એક મહા ક્ષોભ ઊભો થયો હોત કારણકે લીમ પોતાનો હક છોડી દેત નહીં. પણ શાહજાદાએ પોતાની વિરૂદ્ધ થયેલું તરકટ લક્ષમાં લીધું અને તરતજ પોતાના શરીરની સલામતીના ડરથી આગ્રેથી થોડેક દૂર જઈને રહ્યો. કબરને સારી પેઠે ખબર હતી કે આ મારો છેલ્લો મંદવાડ છે તેથી આવે પ્રસંગે લીમની ગેરહાજરીથી ખીજવાઈને સર્વ કરતાં ન્યાય ઉપર વિશેષ પ્રેમવાળા કબરે પોતાના ઉમરાવોને પોતાની પાસે બોલાવ્યા અને શાહજાદા સલીમને પોતાનો ઉત્તરાધિકારી ઠરાવ્યો: તથા એવી પણ આશા બતાવી કે શાહજાદા ખુશરૂને બંગાળાનું રાજ્ય આપવાની ગોઠવણ થશે.

આ પ્રસંગે કબરનો અપૂર્વ પ્રતાપ સ્પષ્ટ દેખાયો. પોતાના બેઈમાન અને અભક્ત પુત્રને વારસામાંથી બાતલ કરવાને કબર તરફથી સૂચનમાત્રની જ જરૂર હતી; પણ લીમના લાભના ઠરાવથી એના શ્રેષ્ઠસત્તાધીશ ઉમેરાવોને તેની ઇચ્છાનો અમલ કરવાની અને નિરુત્સાહ તથા અદૃઢ મનના ઉમરાવોને તેમના ભેગા ભળવાની મરજી થઈ. આ પ્રતાપનો વિરોધ કરવાની રાજા માનસિંહ સાથે ખુશરૂને મદદ કરવા સારૂ એકત્ર થયેલા લશ્કરમાંના સર્વોત્તમ ઉમરાવ ખુશરૂના સસરાની પણ હિમ્મત ચાલી નહીં. પોતાની મદદની ખાત્રી કરવા સારૂ શાહજાદા સલીમને તેણે ખાનગી કહેણ મોકલ્યું. માનસિંહ, જેનો પ્રતાપ આ અણીને વખતે સર્વથી વધારે હતો તેણે પણ હવે એ પડ્યો એમ સમજી સલીમે કરેલી વિનંતિ સ્વીકારી અને તેને મદદ કરવાનું વચન આપ્યું. ઉત્તરાધિકારનો સવાલ હવે નિઃસંદેહ થયાથી શાહજાદો સલીમ બાદશાહી મહેલમાં આવ્યો. ત્યાં મરણ પથારીએ પડેલા અકબરે તેને પ્રેમપૂર્વક