પૃષ્ઠ:Akbar.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
અકબર


આવકાર આપ્યો. આ મુલાકાતની વિગત શાહજાદાના લેખ ઉપરથી મળી આવે છે.

“એકમેક પ્રેમપૂર્વક મળ્યા પછી કબરે બધા ઉમરાવોને પોતાની સમક્ષ બોલાવવાની ઈચ્છા બતાવી. કારણકે એનાજ શબ્દોમાં ‘તારા અને મારા દુઃખમાં જેમણે આટલાં બધાં વરસ સૂધી ભાગ લીધો છે અને જે મારી કીર્તિના સાથી થયા છે તેમની વચ્ચે કંઈ પણ ગેરસમજણ રહે એ હું સહન કરી શકતો નથી.’ જ્યારે ઉમરાવો દાખલ થયા અને સહુ સલામો કરી ઊભા રહ્યા ત્યારે કબરે તેમને થોડાક શબ્દો કહ્યા અને પછી એક પછી એક દરેક સામું જોઇને વિનંતિ કરી કે તમારૂં કોઈનું મેં કાંઇ ખોટું કર્યું હોય તો માફ કરશો. પછી શાહજાદો લીમ રોતો રોતો તેને પગે પડ્યો. પણ અકબરે પોતાના પુત્રની કેડ ઉપર પોતાની તલવાર બાંધવાની અને તેને બાદશાહી પાઘડી અને પોષાક પહેરાવવાની સંજ્ઞા કરી. પોતાના મહેલના સ્ત્રી વર્ગની સંભાળ રાખવાની લીમને ભલામણ કરી. અને પોતાના જૂના મિત્રો તથા સાથીઓ તરફ માયાથી અને માનથી વર્તવાનું ભાર મૂકીને કહ્યું; પછી માથું નમાવી પોતે મૃત્યુને શરણ થયો.”

આવી રીતે મુગલ રાજ્યના ખરા સ્થાપનારે શાન્તિમાં દેહત્યાગ કર્યો. પોતાના પિતાથી તેમજ પિતામહથી તે વધારે ભાગ્યશાળી વધારે દીર્ઘદૃષ્ટિવાળો વધારે પ્રતિભાવાન હતો અને (એટલું ઉમેરીએ કે) તેને તેમના કરતાં વધારે અનુકૂળ પ્રસંગો પણ મળ્યા હતા. તેનું આયુષ્ય એટલું લાંબુ નીવડ્યું કે તે પોતાનું વાસ્તવિક સ્વાતંત્ર્ય તેમજ બાપદાદાના ધર્મ અને રીતરીવાજોના ઉપભોગનું અમુલ્ય સુખ નિર્ભયતાથી ભોગવી શકાય એવી સ્થિતિ, એક સર્વોપરિ સત્તાનો અંગીકાર કર્યાથીજ પ્રાપ્ત થશે એવી હિન્દુસ્તાનના લોકોની ખાત્રી કરી શક્યા. કબરનામાં દુરાગ્રહનો લેશ પણ ન હતો. ઉઝબેક કે અફઘાન, હિંદુ પારસી કે ક્રીશ્ચિયન ગમે તે હો પણ જો તે વફાદાર બુદ્ધિમાન અને પોતાની જાતનેજ નીમકહલાલ નીવડે તો તેને ઊંચો અધિકાર આપતો. જૂદી જુદી બધી જાતોએ આટલું તો સ્વીકાર્યુંજ કે એના ઓગણપચાસ વરસના રાજ્યમાં હિંદુસ્તાન પરદેશી લોકોના હુમલાઓથી મુક્ત રહ્યું; અને એણે અંદરના બધા વિરોધીઓને, કેટલાકને હથીયારના બળે અને કેટલાકને વધારે