પૃષ્ઠ:Akbar.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


વિચારનારી પોતાની જ બુદ્ધિથી દોરાઈને, જઝીઆ વેરો રદ્દ કરવાનો હુકમ કહાડ્યો. તે વખતથી ધર્મમતના સંબંધે ઈશ્વર આગળ સર્વે સરખા થઈને રહ્યા.

હિંદુ જનસમાજની સાથે અકબરનો વ્યવહાર તેમના ધર્મ મત સંબધે વિષમ લાગતા કરોને રદ્દ કરવા માત્રમાંજ સમાઈ રહેલો ન હતો: લોકોના કલ્યાણમાં અને સુખમાં વિઘ્ન રૂપ થઈ પડતા નિષેધોને દૂર કરવામાં જેમ બને તેમ થોડી રાજસત્તા દેખાડીને તે પ્રયત્ન કરતો. સતીના સંબંધમાં એણે જે જે કર્યું તે તે હું ઉપર જણાવી ગયો છું. તેનાજ જેવા વિધવાપુનરૂદ્વાહના સવાલને પણ એણે ઘણું ઉત્તેજન આપ્યું હતું. ઉત્તેજન આપ્યા ઉપરાંત પણ એણે આવાં લગ્નો કાયદેસર છે એવો હુકમ કહાડ્યો હતો. એજ નીતિથી એણે હિંદુઓમાં મૂળ ઘાલીને રહેલો અને વાતમાં તો હજી ડાહ્યા માણસોથી નિંદાતો, બાળલગ્નનો રીવાજ બંધ કરવાનો હુકમ કહાડ્યો. તેમજ તેણે યજ્ઞાર્થ પશુવધ અને દિવ્ય પણ અટકાવ્યાં. પોતાના સહધર્મિઓની સાથે પણ એ ઓછો સખત નહતો: પણ એમની સાથે એણે અપરોક્ષ આજ્ઞા કરતાં પોતાના વર્તનથી દાખલો બેસાડવાની, સમજણ પાડવાની અને બોધ કરવાની રીત રાખી હતી.

બેહદ ભજન કરવાની, અપવાસો કરવાની, બહુ દાનની તેમજ અતિશય યાત્રાની રીતોને એ મંદ પાડતો પણ મના કરતો નહીં. આનો મુખ્ય આધાર પોતપેાતાના સ્વભાવે ઉપર રહેલો છે. પણ કબર એમ તો જાણતો કે ઘણે ભાગે ધર્મ સંબંધી મોટી મોટી વાતો કરનારા પુરુષો દંભીજ હોય છે, વળી તેને એમ પણ ભરૂસો હતો કે લાંબા વખત સુધી ભજન કરવા કરતાં અને ધર્મદંભ રાખવા કરતાં બીજી ઘણી રીતે માણસ પોતાની જીંદગીનો શુભ ઉપયોગ કરી શકે છે. સુન્નતના રીવાજની અલબત કબરથી મના તો થઈ ન શકી પણ અકબરે એ હુકમ કર્યો હતો કે બાર વર્ષની ઉમર પહેલાં કોઈ છોકરાને સુન્નત કરવી નહીં. હિંદુઓના ધર્મવિચારોને ધ્યાનમાં લઇને તેણે ગોવધનો નિષેધ કર્યો હતો. બીજી તરફથી તેણે ડુક્કરનો વધ કરવાનું તથા તેનું માંસ આહારમાં લેવાનું ધર્માનુસારી છે એમ ઠરાવ્યું. કુતરાંને હાલ પણ