પૃષ્ઠ:Akbar.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
અકબર


વગડામાં રમાતી રમતોનો તે ઘણો શોખીન હતો. ખાસ કરીને શીકારનો તેને બહુ જ શોખ હતો. પણ લીમના જન્મ પછી તે શુક્રવારે શીકાર કરતો નહીં. હાંગીર બાદશાહને પ્રમાણ માનીએ તો કબરે લીમની માના નિર્વિઘ્ન છુટા છેડા થાય તો શુક્રવારને દિવસે કોઈ દિવસ શીકાર નહીં કરૂં એવી બાધા લીધી હતી, અને તે બધા તેણે જન્મ પર્યંત પાળી હતી. કબરને ગાનતાનનો ઘણો શોખ હતો, એટલુંજ નહીં પણ તે પોતે પણ સારો ગવૈયો હતો એમ માનવાને આપણી પાસે પુષ્કળ પુરાવો છે. ખ્વારીઝમના પુરાતન સંગીતમાં એ આનંદ માનતો અને બુલફઝલના કહેવા પ્રમાણે તો એણે પંડે પણ નાના મોટા સહુને આનંદ આપે એવાં બસેં સંગીત કાવ્યો બનાવ્યાં હતાં. એજ પ્રમાણ ઉપરથી આપણે જાણીયે છીએ કે બાદશાહને સંગીતશાસ્ત્રનું કેળવાયેલા ગવૈયાઓ કરતાં પણ વિશેષ જ્ઞાન હતું. પૂર્વ તરફના રાજ્યકર્તાઓ સર્વ કાળમાં સંગીતમાં આનંદ પામતા માલમ પડ્યા છે. આ કબરના દરબારમાં પણ હમેશાં પુષ્કળ ગાનતાનની ગમત થતી. એને નૂતન શોધ કરવાની પણ મોટે અંશે ઈશ્વરી બક્ષિસ હતી. અઈનમાં લખ્યું છે કે એણે એક ગાડી, તોપો સાફ કરવાનું એક ચક્ર, અને હાથીનું એક સાજ શોધી કહાડ્યું હતું. વળી પોતાના લશ્કરનાં અને તોપખાનાનાં માણસોના પોષાકમાં પણ એણે કેટલાક સુધારા કર્યા હતા.

ખોરાકમાં અકબર બહુ સાદો હતો અને હમેશાં માત્ર એકજ વખત નિયમસર જમતો. તેને માંસાહાર ગમતો નહીં અને મહીનાના મહીના એનાથી દૂર રહેતો. એને લીલા મેવા ઉપર સવિશેષ પ્રીતિ હતી અને તે ઉત્પન્ન કરવાનો એણે ખાસ અભ્યાસ કર્યો હતો. બુલફઝલ લખી ગયો છે કે લીલા મેવાને એ ઈશ્વરની મોટામાં મોટી બક્ષીસ માનતો–અને તેણે ઈરાન અને તુરાનમાંથી ફલોદ્યાનપાલકોને આગ્રા અને ફતેહપુર સીક્રીમાં વસવા સારૂ બોલાવ્યા હતા. એક ઠેકાણે એ લખે છે કે ‘ટેટી અને દ્રાક્ષ પુષ્કળ થયાં છે અને બહુ સારાં થયાં છે. અને તડબુચ, પીચ, બદામ, પીસ્તાં, નારંગી વગેરે સર્વત્ર મળી આવે છે’ વળી તે ઉમેરે છે કે—કાબુલ, કંદહાર, કાશ્મીર,બદક્ષાન અને છેક સમરકંદથી પણ પુષ્કળ મેવો મંગાવતો. અઇનમાં આવાં