પૃષ્ઠ:Akbar.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
અકબર


કબરની આજ્ઞા અવિચારી કે દુરાગ્રહી લોકોને સંભળાવવામાં આવી ન હતી. ચિતોડ અત્યારે જે ઉદેપુર એ નામથી ઓળખાય છે, તે સિવાયના બધા રજપૂતો અને હિન્દુસ્તાનના સર્વથી વધારે લાગવગવાળા લોકો કબરની યોજનામાં સામીલ થયા. આમાંના સર્વથી વધારે બળવાન-જયપૂર અને જોધપૂરના મહારાજાઓ, હિન્દુઓ હોવા છતાં કબરના વિશ્વાસુ સરદારો હતા અને તેને પોતાના તેજસ્વી સીપાઈઓ સાથે મદદગાર થયા હતા. પોતાનાજ દરબારના કેટલાક દુરાગ્રહી લોકો અને બંગાળા, ઓરિસા અને પશ્ચિમ હિન્દુસ્તાનના અફઘાન રાજાઓના વંશજો એની સામે થયા હતા. પોતાની હિતકારક યોજનાની સિદ્ધિ માટે આમને બધાને પોતાના વાડામાં લાવવાની જરૂર હતી. પોતે જે સત્તા ભોગવતા તે પોતે એમને સ્વાધીન કરી છે એવું અંગીકાર કરાવવાનો એણે પહેલો યત્ન કર્યો. આ વાત એમણે પહેલી અંગીકાર કરી પણ તે અભિદ્રોહ કરવાનો લાગ જોવાને માટેજ. આ સ્થિતિમાં એમનો પરાભવ કરવા સિવાય બીજો માર્ગ ન હતો. અને તેથી તેણે પરાભવ કર્યો. સમાનભાવ, સારા અને સરખા કાયદા, અને સર્વને ઈન્સાફ, એ એનાં ફળ થયાં.

આમ, મુસલમાનોમાં એ એકજ રાજા હતો કે જેણે જીતેલા પ્રદેશોને એકત્ર કર્યા અને જેટલા જીત્યા તેટલાનું એક સંયુક્ત સામ્રાજ્ય રચ્યું. દક્ષિણ હિન્દુસ્તાન હજી અજીત રહ્યું હતું. ભવિષ્યની પ્રજાના સન્માનને માટે આ કબરનાં પ્રમાણપત્રો છે. આપણે એનું કાર્ય જોયું. એના ઈરાદાઓની ઊંડી તપાસ કરી, અને તેના હેતુઓની વિશુદ્ધતાનો સ્વીકાર કરીએ છીએ. એના દરબારના દુરાગ્રહી પુરૂષો કહેતા તેમ પરમેશ્વરને ઠેકાણે પૂજાવાની અને તેની માફક મનાવાની એની ઈચ્છા ન હતી. ના, પેગમ્બરે જે ધર્મ પ્રચાર્યો હતો તેનો માત્ર શાસ્ત્રાર્થ કરનાર તરીકેજ મનાવાની–એક સંદેશાના ઊંચા સત્યો, તેની કલ્યાણકારિતાનો, તેની સમાનતાનો, તેની નિષ્પક્ષપાત ઇન્સાફની આજ્ઞાનો, બોધ આપનાર તરીકેજ મનાવાની તેની ઈચ્છા હતી. એના કાયદા સામ્રાજ્યની રચના કરનારા એક રાજ્યકર્તા માટે ભવ્યમાં ભવ્ય હતા.