પૃષ્ઠ:Akbar.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


‘સર્વ ધર્મમાં સારૂં છે, જે સારું હોય તે સ્વીકારીએ, બાકીનું છાંડી દઈએ’–આવો એનો સિદ્ધાન્ત હતો. હિન્દુ ધર્મની કોમળતા અને પરોપકાર વૃત્તિમાં, એ ધર્મમાં ઉપદેશેલી કુટુંબ માટે રાખવાની કાળજીમાં, અને બીજાઓને પરાણે પોતાના ધર્મમાં લઈ આવવાની એ ધર્મની પદ્ધતિના અભાવમાં–એને આ સિદ્ધાન્ત સમજાયો હતો. આજ સિદ્ધાન્ત એને ઝોરોએસ્ટરના સાદા ધર્મમાં પણ સમજાયો હતો. એજ સિદ્ધાન્ત એને ક્રિશ્ચિયાનિટિમાં સમજાયો હતો. સર્વેમાં સારનોસદ્ભાવ હતો. તેમજ, તે માનતો કે સર્વ મનુષ્યોમાં પણ સદંશ હોય છે. આથીજ તેનામાં ભવ્ય ક્ષમાબુદ્ધિ જામી હતી; જ્યાં સુધી સુધરવાની આશા હોય ત્યાં સુધી શિક્ષા કરવાની અનિચ્છા પણ એમાંથી જન્મી હતી; માફી બક્ષવા ઉપર તેને પ્રેમ પણ આમાંથીજ ઉદ્‌ભવ્યો હતો. ‘બીજી વાર પાપ કરીશ નહિ’ એ સૂત્ર એના આચરણનું તત્વભૂત સૂત્ર હતું.

મુગલવંશનો સ્થાપનાર કબર આવો હતો. એ વંશનું સ્થાપન કરવાને જે ધોરણોએ એને શક્તિવાન કર્યો તે ધોરણો આવાં હતાં. એ ધોરણો એવાં હતાં કે જો તેને વળગી રહેવામાં આવ્યું હોત તો એ વંશ કાયમ રહ્યો હોત. એ એજ ધોરણો હતાં કે જેનો અંગીકાર કર્યાથી તેના પાશ્ચિમાત્ય ઉત્તરાધિકારીઓ અત્યારે પોતાનું સામ્રાજ્ય જમાવી શક્યા છે, સાચવી રહ્યા છે.

આ લેખમાં કબર જાણે આજના યુગનો રાજા હોય તેવી રીતે તેનાં પરાક્રમોની પરીક્ષા કરી છે. બે ત્રણ સૈકાનું છેટું છે છતાં આવી સરખામણી કબર સહન કરી શકે તેમ છે. તે વખતના યુરોપના રાજાઓ પોતપોતાના દેશમાં બહુ નામાંક્તિ હતા તોપણ તેમની સાથે મુકાબલો કરવામાં કબરને હાનિ થવાની નથી. જ્યારે એ હિન્દુસ્તાનમાં શાન્તિની સ્થાપના કરતો હતો ત્યારે મહારાણી એલિઝાબેથ ઇંગ્લંડમાં રાજ્ય કરતી હતી, અને મહારાજા હેન્રિ પાંચમો ફ્રાન્સમાં રાજ્ય કરતો હતો. કબરની કીર્તિ તેની પાછળ રહેલાં તેનાં સત્કાર્યો ઉપર બંધાયલી છે. કોઈ એમ કહી શકે એમ નથી કે કબરનો ઉત્તરાધિકારી જહાંગીર જો હુમાયૂં પછી આવ્યો હત તો પોતાને વારસામાં મળેલા કે પોતે જીતેલા પૃથક્ પ્રાન્તોને તે શાન્ત અને એકતંત્ર કરી શક્યો હત. એની ઉગ્ર અને ધર્માન્ત પ્રકૃતિથી