પૃષ્ઠ:Akbar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
અકબર.


કાવતરાં કરવા માંડ્યાં. દિલ્હીના રસ્તામાં સરહિંદ આગળ તેને આ કાવતરાની ખબર પડી તેથી તેણે તે વખત તો ત્યાંથી આગળ વધવું માંડી વાળ્યું અને કાબુલ તરફ પાછા ફરવાનો ઠરાવ કર્યો. અને તેને વિશ્વાસપાત્ર લાગ્યા એવા પોતાના સરદારોમાં પંજાબ વહેંચી નાંખી તે ઠરાવ અમલમાં આણ્યો.

તેણે સીંધુ નદી ઓળંગી ન ઓળંગી તેટલામાં તો પંજાબમાં નવા કજીઆ ઉભા થયા. અલ્લાઉદીન લોદી જેને દીપાલપુરનો મુલક સોંપ્યો હતો તે બાબર ૫ંડેજ હિંદુસ્તાન ઉપર હુમલો લાવવાનું માથે લેશે એવી આશાથી કાબુલ ભણી નાઠો. આ વખત બાબર હા પાડી શકે તેવું નહતું કેમકે ઉઝબેક લોકો બલ્ખને ઘેરો ઘાલતા હતા. તોપણ બાબરે તેને લશ્કર પુરૂ પાડ્યું અને પંજાબમાંના પોતાના સરદારોને તેને મદદ કરવાનો હુકમ કર્યો. પણ આખર સવારી નિષ્ફળ ગઈ અને ફરીથી એને દિલ્હીથી પંજાબ તરફ નાસવું પડ્યું. નાસતો નાસતો જે વખતે તે પંજાબમાં દાખલ થયો તે વખતે બાબર હિંદુસ્તાન ઉપર પાંચમી એટલે છેલ્લી સવારી લઈ આવવાની તૈયારી કરતો હતો.

[૧] આ ચઢાઈનું કેવળ દિગ્‌દર્શન કરાવીનેજ મારે સંતોષ રાખવો પડશે. પોતાના શાહજાદા હુમાયૂંને સાથે લઈને ખઈબર' પાસ ઉતરી તે પેશાવર આવ્યો. ત્યાં બે દિવસ વિશ્રામ લઈ તા. ૧૬ મી ડિસેમ્બરને દિવસે સિંધુ નદી ઓળંગી અને શીયાલકોટ ઉપર એકદમ ચાલ્યો. ત્યાં ડીસેંબરની ઓગણીસમીએ એ પહોંચ્યો કે એણે લ્લાઉદીન હાર્યાના અને નાઠાના સમાચાર સાંભળ્યા. લગાર પણ ચકિત થયા વિના બીજે દીવસે સવારે શીયાલકોટ અને રાવી નદી ઉપર આવેલા કલાનોરની વચ્ચે સરખે અંતરે આવેલા પરસારોર આગળ કુચ કરતો તે આવ્યો. ત્યાંથી કલાનોર આવી રાવી ઓળંગી ત્યાંથી બીયાસ નદી ઓળંગીને મીલવત નામના જે મજબૂત કીલ્લામાં


  1. ❋બાબર પોતાની તવારીખમાં આનો હેવાલ આપતાં લખે છે કે–થોડે થોડે લેતાં આખરે હિંદુસ્તાનના ઉમદા મુલકનો હું વિજેતા થયો. આ બધું મારા પોતાના બળથી નહિ તેમજ મારા બળથીજ પ્રાપ્ત થયેલા સારા નશીબે પણ નહિ પણ સર્વશક્તિમાન પ્રભુના કૃપા અને સદ્ભાવના ઝરાથી સિદ્ધ થયું છે.