પૃષ્ઠ:Akbar.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
હમાયૂં–અકબરનું બાલ્ય.

એકઠા રહ્યા હતા. આગ્રા અને લખનૌ વચ્ચે કે દિલ્હી અને જુઆનપુર વચ્ચે કંઈ પણ સાધારણ પ્રસંગ નહતો. જુદી જુદી કોમોની વસતિવાળા ઈલાકાઓની સરહદો આગળ ભારે ટોલ” એજ એક નીશાની હતી. અને આ બધા મુલકોમાં સામાન્ય બંધન એટલુંજ હતું કે તેમના બધા ઉપર બાબરની સર્વોપરિ બાદશાહત હતી.

આવી રીતે બાબરે હુમાયૂંને એકત્રતાના કોઈ પણ બંધન વિનાના છૂટા છૂટા દેશોનો એક સમૂહ વારસામાં આપ્યો. આ બધા મુલકો વચ્ચે પોતાની જીંદગીમાં રચેલા ગૌણ પ્રાધાન્ય સંબંધ વિના બીજો કોઈ પણ સંબંધ નહતો. ટુંકામાં, જ્યારે તે મરી ગયો ત્યારે બીજા બધા મુસલમાન વંશોની પેઠે મુગલ વંશે પણ હિંદુસ્તાનની ભૂમિમાં રાજ્યનાં મૂળ ઊંડાં નાંખ્યા નહતાં.

પ્રકરણ ૬ ઠ્ઠું.


હમાયૂં–અકબરનું બાલ્ય.

બહાદુર આનંદી અને રસિક, સોબિતી તરીકે પ્રેમી, ઊંચી કેળવણી પામેલો અને દયાવાન 'હુંમાયૂં કાયમ રહે એવા ધોરણ ઉપર રાજ્ય સ્થાપવાને તેના પિતાના કરતાં ઓછો લાયક હતો. એના બધા સદ્‌ગુણોની સાથે તેમને ઢાંકી દે એવા તેનામાં કેટલાક અવગુણો હતા. તે નબળા મનનો અવિચારી અને અદૃઢ સ્વભાવનો હતો. પ્રબળ કર્તવ્ય બુદ્ધિનો અમલ એના ઉપર નહતો. એનું ઔદાર્ય ઉડાઉપણાનું રૂપ ધારણ કરે એવું હતું. અને તેનો બેહદ પ્રેમ નબળાઈમાં અપભ્રષ્ટ થાય એવો હતો. અમુક વખતે કોઈ પણ ગંભીર પ્રસંગમાં પોતાનું તમામ ધ્યાન રોકવાની એનામાં શક્તિ નહતી. અને સર્વસ્પર્શી ધારા ઘડવાની એનામાં બુદ્ધિ પણ નહતી, તેમજ ઈચ્છા પણ નહતી. આ કારણથી એના પિતાએ વારસામાં આપેલી જીતેલી ભૂમિ ઉપર પોતાનું રાજ્ય જમાવવાને તે અત્યંત નાલાયક હતો.

તે ગાદીએ આવ્યો ત્યાર પછીનાં આઠ વર્ષનો સવિસ્તર હેવાલ આપવાની કાંઈ જરૂર નથી. એનો કારભાર એટલો બધો અણઘડ હતો અને