પૃષ્ઠ:Akbar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
અકબર


પોતાના તાબાની કોમોનાં અને પ્રેમ એણે એટલાં તો થોડાં સંપાદન કર્યાં હતાં કે ૧૫૪૦ ના એપ્રિલમાં તેના બાપ બાબરને વશ થયેલા પણ પોતાની સામે થયેલા અમીર શેરખાંસૂરે જ્યારે તેને કનોજ આગળ હરાવ્યો ત્યારે બધી ઈમારત તેના હાથમાં લાંબી થઈને સૂતી. તે પછી એ શેરખાંસૂર શેરશાહ એવો ઇલ્કાબ ધારણ કરી ગાદીએ આવ્યો અને કેટલાંક સાહસો અનુભવ્યા પછી, સને ૧૫૪૧ ના જાન્યુઆરીમાં સિંધ દેશમાં સિંધુ નદી ઉપર આવેલા બક્કર બેટની સામે રોહરી આગળ નાસતો ભાગતો મુઠીભર અનુચરોની સાથે પોતાનો તમામ વારસો ગુમાવી હુમાયૂંએ પડાવ નાંખ્યો.

હુંમાયૂંએ બધું મળીને સિંધમાં અઢી વર્ષ ગાળ્યાં અને તે દરમીયાન તેણે તે પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપવાની નિષ્ફળ કોશીશ કરી. આ તેની સિંધની યાત્રામાં એક બહુજ અગત્યની બીના બની. તે એ હતી કે સને ૧૫૪૨ ના ઓક્ટોબરની પંદરમી તારીખે એને એક પુત્ર જન્મ્યો. અને તેનું નામ તેણે લાલ–ઉદ્–દીન–હમદ કબર પાડ્યું. હવે હું હિંદુસ્તાનના ઇતિહાસના આ મોટા બનાવના કારણભૂત બનાવોનું બ્યાન આપું છું.

હુમાયૂંએ શેહવાનના ઉમદા મુલક ઉપર હુમલો કરી કબજે કરવાનું કામ પોતાના ભાઈ હિન્દાલને સોંપ્યું હતું પણ તેમાં તેનો બુરો ઇરાદો છે એમ અવિશ્વાસ લાવી સને ૧૫૪૧ માં જ્યારે પોતાનું લશ્કર બક્કરને ઘેરો ઘાલવામાં રોકાયું હતું ત્યારે સિન્ધુ નદીની પશ્ચિમમાં આશરે વીસ માઈલ ઉપર આવેલા પાટર અગાડી પોતાના એ ભાઈને મળવાનું તેણે નક્કી કર્યું. ત્યાં અગાડી હિન્દાલ પોતાના ભાઈને, પૂરી રીતે બાદશાહને યોગ્ય સન્માન આપવાને માટે પોતાના અમીર ઉમરાવોની સાથે તૈયાર હતો, પછી જે ઉત્સવ થયો તેના અંગમાં હુમાયૂંની ઓરમાન પણ હિન્દાલની સગી માએ એક મોટી મિજબાની આપી. તેમાં મહેલના સ્ત્રી મંડળને બોલાવ્યું. આ સ્ત્રી મંડળમાં હામીડા નામની એક હિન્દાલના ગુરૂ તરીકે રહેલા અમીરની દીકરી ઉપર હુમાયૂંનું ખાસ લક્ષ ખેંચાયું. અને તેથી તેને એટલી બધી અસર થઈ કે શાહજાદીનો વિવાહ મળ્યો છે કે નહિ તેની તેજ સ્થળે તપાસ કરી. તેનો જવાબ મળ્યો કે તેનું નક્કી તો થઈ ગયું છે