પૃષ્ઠ:Akbar.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
હુમાયૂં–અકબરનું બાલ્ય


પણ હજી કાંઈ વિધિ થયો નથી. હુમાયૂંએ કહ્યું કે જો એમ છે તો હું તેને પરણીશ. હિન્દાલે આ ઉતાવળે કરેલા ઠરાવની સામે વાંધો ઉઠાવ્યો. અને એવી બીક બતાવી કે જે આમાં તું દુરાગ્રહ કરીશ તો હું તને મદદ નહિ કરૂં. પછી બે ભાઈઓ વચ્ચે એવો કંકાસ થયો કે જેથી બન્ને વચ્ચે ઝેર થયાં. પણ હિન્દાલની મા આ લગ્નને અનુકૂળ હોવાથી તેણે કરેલી દલીલોએ હિન્દાલને હા કહેવરાવી અને તરતજ પૂરાં ચૌદ વર્ષની થયેલી હામીડાને હુમાયૂં પરણ્યો. થોડા દિવસ પછી આ સુખી જોડું બઝર અગાડીની છાવણીમાં ગયું.

હુમાયુંની યુક્તિઓ પેશ પહોંચવાનો વખત પ્રતિકૂળ હતો. તેની બધી યુક્તિઓ નિષ્ફળ ગઈ. સને ૧૫૪ર માં તેને પોતાની બાળક બેગમને સાથે લઇને મારવાડના રણ તરફ જીવ લઈને નાસવું પડ્યું. ઑગસ્ટ મહિનામાં તેઓ જેસલમીર પહોંચ્યાં. પણ ત્યાંના રાજાએ કાંઈ ધડો ન કર્યાંથી તેમને મોટા રણની પાર જવાની જરૂર પડી. રસ્તામાં પાણીની તંગીને લીધે એમને ભયંકર દુઃખ વેઠવું પડ્યું, તોપણ હિંમતથી સહન કરતાં કરતાં તેઓ બાવીસમી ઑગસ્ટને દિવસે રણને છેડે આવેલા અમરકોટ આગળ પહોંચ્યા. ત્યાંના રાણાએ તેમની આગતાસ્વાગતા કરી અને ત્યાં આગળ ઓક્ટોબરની ૧૫ મી તારીખે હામીડા બેગમે કબરને જન્મ આપ્યો. ચાર દિવસ ઉપર હુમાયૂંએ જન નામના જીલ્લા ઉપર ચડાઈ કરવાને અમરકોટ છોડ્યું હતું. જ્યારે વધામણીના ખબર એને મળ્યા ત્યારે તે વખતે એણે બોલેલા શબ્દો અત્રે ઉતારવા જેવા છે. તેનો આ વખતનો એક અનુયાયી લખે છે કે બાદશાહ બંદગી કરી રહ્યો કે તરત અમીર લોકોને દાખલ કર્યા અને તેઓએ તેને મુબારકબાદી આપી. પછી તેણે તઝકરટ–અલ–કીયતના કર્તા ઇતિહાસકાર જોઉહરને બોલાવ્યા અને તેને હમણાં પોતે શું સોંપ્યું હતું તે જાણવા માગ્યું. તેણે કહ્યું–‘ખુદાવિંંદ બસેં શાહરૂખી (ખોરાસાના સોનાના સિક્કા) એક રૂપાનું કડું અને કસ્તુરીની કોથળી: આમાંની પહેલી બે ચીજો તેના ધણીને પાછી આપી છે.’ આ સાંભળી હુમાયૂંએ કસ્તુરીની કોથળી મંગાવી અને એક ચીનાઈ તાસકમાં તેને તોડીને તેણે પોતાના ઉમરાવોને બોલાવ્યા